યુટિલીટી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની તક, જાણો પેકેજ અને લાયકાત !

Text To Speech

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 156 પદો માટે ભરતી થઈ રહી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર છે. આ જગ્યાઓ જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ વગેરેની છે.

શૈક્ષણિક લાયકાત

વિવિધ પોસ્ટ માટે ધોરણ 10 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન અને માસ્ટર ડીગ્રી જરૃરી છે. જો તમે ઉપરોક્ત લાયકાત ધરાવો છો તો તમે એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતો પણ છે જે જાણવી જરૂરી છે.

ઉંમેદવારની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. પરંતુ અનામત મુજબ 3થી 5 વર્ષની ઊંમર છૂટછાટ મળશે. અરજી કર્યા પછી ઉમેદવારની લેખિત ટેસ્ટ અને અન્ય જરૃરી પરીક્ષા લેવાશે.

આ પણ વાંચો: વેઈટિંગ લિસ્ટના મુસાફરોની ટિકિટ કન્ફર્મ કરતી નવી ટેકનોલોજી

આ બાબતો પણ ધ્યાનમાં રાખો

  • અરજી કરવા માટેની ફી 1000 રૃપિયા છે.
  • નિયમ મુજબ દરેક પોસ્ટમાં અનામતની જોગવાઈ છે.
  • પગાર રૃપિયા 31 હજારથી શરૃ કરીને 1.10 લાખ સુધીનો મળશે.
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ https://www.aai.aero/ પર કરિયર વિભાગમાં આ અંગેની વિગતવાર જાહેરખબર આપવામાં આવી છે.
  • એ જાહેરખબરમાં અરજી કેમ કરવાથી લઈને જરૃરી દસ્તાવેજો સહિતની તમામ વિગતો આપવામાં આવી છે.
Back to top button