અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદ સહિત વિવિધ એરપોર્ટ પર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ તરીકે નોકરીની તકઃ જાણો વિગતો

  • એરપોર્ટ પર વિવિધ જૉબ માટે લાયક ઉમેદવારો વિવિધ સ્થળોએ અલગ-અલગ તારીખે યોજાનાર ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે

અમદાવાદ, 19 ઓકટોબર: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. લાયક ઉમેદવારો AI એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ(AIASL)એ એરપોર્ટ પર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ અને અન્ય પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. જેના માટે લાયક ઉમેદવારો અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ અલગ-અલગ તારીખે યોજાનાર ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે. આ ભરતી અભિયાન અંતર્ગત સંસ્થામાં 1652 જગ્યાઓ ભરવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન હેઠળ કુલ 1652 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

  1. મુંબઈ એરપોર્ટ: 1067 જગ્યા
  2. અમદાવાદ એરપોર્ટ: 156 જગ્યા
  3. ડાબોલિમ એરપોર્ટ: 429 જગ્યા

પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારો નીચે આપેલા મુદ્દાઓ દ્વારા આ ભરતીની પસંદગી પ્રક્રિયાથી વાકેફ થઈ શકે છે.

  1. તમામ પોસ્ટ્સ માટે: પસંદગી પ્રક્રિયામાં વ્યક્તિગત/વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂનો સમાવેશ થશે. પ્રતિભાવના આધારે કંપની તેની વિવેકબુદ્ધિથી ગ્રુપ ડિસ્કશન શરૂ કરી શકે છે. પસંદગી પ્રક્રિયા તે જ દિવસે અથવા પછીના દિવસોમાં હાથ ધરવામાં આવશે.
  2. સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ/રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ/યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઇવર: ટ્રેડ ટેસ્ટમાં ટ્રેડ નોલેજ અને ડ્રાઇવિંગ ટેસ્ટનો સમાવેશ થાય છે જેમાં HMVની ડ્રાઇવિંગ ટેસ્ટનો સમાવેશ થાય છે. ટ્રેડ ટેસ્ટ પાસ કરનારને જ ઇન્ટરવ્યૂ માટે મોકલવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

જાહેરાતમાં દર્શાવેલી પાત્રતાના માપદંડોને સંતોષતા અરજદારોએ અરજી ફોર્મ સાથે નિર્ધારિત તારીખ અને સમયે રૂબરૂમાં સ્થળની મુલાકાત લેવી જરૂરી છે. સાથે જ વિધિવત રીતે ભરેલું અરજી ફોર્મ અને પ્રમાણપત્રો/પ્રમાણપત્રોની નકલો (આ જાહેરાત સાથે જોડાયેલી એપ્લિકેશન ફોર્મેટ મુજબ) અને રિફંડપાત્ર અરજી ફી રૂ. 500/- (માત્ર પાંચસો રૂપિયા) નોન-રિફંડપાત્ર એપ્લિકેશન ફી “AI AIRPORT SERVICES LIMITED” ની તરફેણમાં મુંબઈમાં ચૂકવવાપાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જમા કરાવવી પડશે. વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો AIASL ની અધિકૃત વેબસાઇટ જોઈ શકે છે.

(ખાસ નોંધઃ આ સમાચાર અમે અન્ય રાષ્ટ્રીય મીડિયા પરથી લીધા છે, એચડી ન્યૂઝ આ ભરતીની જાહેરાત કે તેને લગતી અન્ય કોઇપણ બાબત માટે જવાબદાર નથી.)

આ પણ જૂઓ: બેરોજગારોને દર મહિને મળશે 3500 રૂપિયા, આ મેસેજ આવ્યો હોય તો થઈ જાઓ સાવધાન

Back to top button