ગુજરાતટોપ ન્યૂઝ

નોકરી… નોકરી… નોકરી… રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી.. શરૂ કરો તૈયારી

Text To Speech
  • એસટી વિભાગમાં મોટેપાયે ભરતી કરવાની જાહેરાત
  • ડ્રાઇવર, કંડકટર તેમજ મિકેનિકલ સ્ટાફની ભરતી કરાશે
  • વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
  • ટ્વિટ કરીને ભરતી માટેની આપી માહિતી

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસટી વિભાગમાં ડ્રાઇવર અને કંડકટર સહિતના સ્ટાફની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ થકી ટ્વિટ કરીને તેમણે આ માહિતી આપી છે. ત્યારે આવનારા દિવસોમાં રાજ્યના યુવાઓ માટે મોટેપાયે રાજ્ય સરકાર નોકરીનો સ્કોપ લાવશે તે વાત નક્કી થઈ ગઈ છે.

કેટલી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી ?

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસટી વિભાગમાં કરવામાં આવેલી ભરતી અંગેની જાહેરાત બાદ યુવાઓમાં આનંદ વ્યાપી ગયો છે. હર્ષ સંઘવી ટ્વિટ કરીને આપેલી માહિતી મુજબ સરકાર દ્વારા ડ્રાઈવરની 2100 તેમજ કંડકટરની 1300 તથા મિકેનિકલ સ્ટાફમાં મોટાપાયે ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

3 મહિનામાં 500થી વધુ નવી બસો વિભાગમાં ઉમેરાઈ

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લોકોની સવલતો માટે મોટેપાયે વાહનોની ઉપલબ્ધિ કરી રહી છે. અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા 1000 જેટલી બસ વિભાગમાં સામેલ કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે છેલ્લા 3 મહિનામાં જ લગભગ 500 આસપાસ બસનો કાફલો રાજ્યના દરેક બસ ડેપો વચ્ચે ફાળવવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં પણ હજુ નવી 500 જેટલી બસ સોંપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

Back to top button