અમદાવાદએજ્યુકેશનગુજરાત

જાપાનીઝ કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેર કરવામાં આવશે

Text To Speech

અમદાવાદ, 17 જુલાઈ 2024, આજે જાપાનીઝ ડેલિગેશને ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. 11 લોકોનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીને મુલાકાતે આવ્યું હતું. ડેલિગેશન અને યુનિવર્સિટી વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયમાં જાપાનીઝ કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેર કરવામાં આવશે. આ ઉપરાંત જાપાનની યુનિવર્સિટી સાથે ગુજરાત યુનિવર્સિટી MOU કરશે.

ડેલીગેશન ફરીથી મુલાકાત લેશે જેમાં MOU કરવામાં આવશે
આજે સવારે ગુજરાત યુનિવર્સિટીમાં જાપાનનું ડેલીગેશન આવ્યું હતું. 11 સભ્યોના ડેલીગેશન 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે જે AMC, ગિફ્ટ સિટી અને ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેવાના છે. આજે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન કુલપતિ, રજિસ્ટ્રાર અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જાપાનના ગવર્નર સાથે ડેલીગેશન ફરીથી મુલાકાત લેશે જેમાં MOU કરવામાં આવશે.

જાપાનની શિકોઝે યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવશે
કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે મુખ્ય બે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયમાં જાપાનની કંપની જોબ ફેર કરશે. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાપાનમાં જોબ ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત જાપાનની શિકોઝે યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવશે. ડિસેમ્બરમાં ફરીથી ડેલીગેશન આવશે ત્યારે MOU કરવામાં આવશે.

આ પણ વાંચોઃગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે રૂ.1.21 લાખ કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ સ્થપાશે

Back to top button