ટોપ ન્યૂઝનેશનલ

જેએનયુ ફરી એકવાર વિવાદોમાં, શિવાજી મહારાજ મુદે ABVP અને છાત્ર સંધ વચ્ચે ઘર્ષણ

Text To Speech

જેએનયુ અવરનવાર હેડલાઈન્સમાં જોવા મળે છે. એકવાર ફરી આજે જેએનયુ તેના અભ્યાસને લઈને નહી પરંતુ વિવાદોને કારણે ચર્ચામાં છે. એબીવીપીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, તેણે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિના અવસર પર એક કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમની તુરંત બાદ વામપંથી વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા અને શિવાજીના ફોટો પરથી માળા ઉતારીને શિવાજીનો ફોટો પણ નીચે ફેંકી દીધો હતો.

આ પણ વાંંચો : ઉદ્ધવે મુખ્યમંત્રી બનવા શરદ પવારના પગે પડી ગયા : અમિત શાહનો વધુ એક શાબ્દિક હુમલો

દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU)માં રવિવારે ફરી એક વાર નવો વિવાદ ઊભો થયો છે. અહીં જેએનયુના છાત્ર સંઘ કાર્યાલયમાં શિવાજી જયંતિના અવસર પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વામપંથી સભ્યોની વચ્ચે ઝધડો થયો હતો. એબીવીપીનો આરોપ છે કે, વામપંથી કાર્યકર્તાઓએ શિવાજી મહારાજના ફોટો પર ચઢાવે માળા કાઢીને તેને નીચે ફેંકી દીધી હતી. તેમજ એબીવીપી કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

એબીવીપીએ એક નિવેદનમાં કહ્યું કે, તેણે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિના અવસર પર એક કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમની તુરંત બાદ વામપંથી વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા અને શિવાજીના ફોટો પરથી માળા ઉતારીને શિવાજીની તસ્વીર નીચે ફેંકી દીધી.

એબીવીપીએ આ ઘટનાની કેટલાક ફોચો શેર કર્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે, જેએનયુમાં છાત્ર સંઘ કાર્યાલયમાં વામપંથીઓ દ્વારા વીર શિવાજીના ચિત્ર પરથી માળા ઉતારી અને તોડી ફોડી ત્યાં લાગેલા મહાપુરુષની તસ્વીર ફેંકી દીધી. એબીવીપી તેની આકરી ટીકા કરતા કડક કાર્યવાહીની માગ કરે છે.

 આ પણ વાંચો :  Twitter ની જેમ Meta એ પણ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની કરી જાહેરાત, વેરિફાઈડ એકાઉન્ટ માટે ચૂકવવી પડશે રકમ

જેએનયુ સ્ટૂડન્ટ યૂનિયને આ સમગ્ર મામલા પર નિવેદન જાહેર કરતા કહ્યું છે કે, એબીવીપીએ ફરી એક વાર છાત્રો પર હુમલો કર્યો છે. આ દર્શન સોલંકીના પિતાના આહ્વાન પર એકજૂથતા બતાવવા માટે કાઢવામાં આવેલી કેન્ડલ લાઈટ માર્ચની તુરંત બાદની ઘટના છે. એબીવીપીએ ફરી એક વાર જાતિગત ભેદભાવ વિરુદ્ધના આંદોલનને પાટા પરથી ઉતારવા માટે આવું કર્યું છે.

Back to top button