શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ હુમલો કર્યો છે. બુધવારે મોડી સાંજે અનંતનાગમાં આતંકીઓએ CRPF ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જો કે હજુ સુધી આતંકીઓની કોઈ ભાળ મળી નથી.
માહિતી અનુસાર, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની એક ટીમ આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન જ્યારે ટીમ પાદશાહી બાગ પાસે પહોંચી ત્યારે આતંકીઓએ અચાનક ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ દરમિયાન એક પોલીસકર્મી બ્લાસ્ટની ઝપેટમાં આવતા તે ઘાયલ થયો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેની સારવાર ચાલી રહી છે.
J&K | One police personnel got injured after terrorists hurled a grenade at a CRPF vehicle in the Padshahi bagh area of Anantnag district: J&K Police
— ANI (@ANI) June 15, 2022
વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે
આ હુમલા બાદ તરત જ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેથી આતંકીઓને શોધી શકાય. પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી.