

રવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો. આતંકી હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના જવાનો ચેકિંગ પોઈન્ટ પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળોની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટના ગોંગુ ક્રોસિંગ વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે.
સુરક્ષાદળો પર આતંકી હુમલો
આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ મોરચો સંભાળી લીધો છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ રવિવારે બપોરે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગોંગુ ક્રોસિંગ પાસેના સર્કુલર રોડ પર ચેકિંગમાં રોકાયેલી હતી. આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં CRPFના ASI શહીદ થયા છે.
હુમલામાં CRPFના ASI શહીદ
જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે આતંકવાદીઓએ ક્રોસિંગ નજીક સ્થિત સફરજનના બગીચામાંથી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન CRPFના ASI વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.