- છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 52 સે.મી.નો વધારો થયો
- સિઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટર પાર કરી ગઈ
- સરદાર સરોવર ડેમમાં કુલ જળસંગ્રહ હાલમાં 62.65 ટકા થયો
ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટર પાર થઇ ગઇ છે. ડેમની જળ સપાટી ગત વર્ષ કરતા 7 મીટર વધી છે. તેમજ વીજ મથકો ચાલતા 19,205 ક્યૂસેક પાણી નર્મદામાં ઠલવાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ, જાણો કયા પડશે ધોધમાર વરસાદ
સિઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટર પાર કરી ગઈ
ચોમાસાની સિઝનમાં ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. આ વખતે કેચમેન્ટના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટર પાર કરી ગઈ છે. અને હજુય સતત વરસાદના લીધે પાણીની આવક વધતાં સપાટી વધતી જાય છે.
આ પણ વાંચો: નકલી દવાઓ પર રોક લાગશે, ગુજરાતની ફાર્મા કંપનીઓને આ વાતનો અમલ કરવો પડશે
છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 52 સે.મી.નો વધારો થયો
સરદાર સરોવર નર્મદા ડેમ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 125.54 મીટરે નોંધાઈ હતી. હાલ પાણીની આવક – 65,766 ક્યુસેક છે. જેના કારણે જળ સપાટી દિવસે દર કલાકે એક બે સેન્ટિમીટર જ વધી રહી હતી. છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 52 સે.મી.નો વધારો થયો છે. ડેમમાં કુલ પાણીનું લાઇવ સ્ટોરેજ 2221.66 મિલિયન ક્યૂબિક મીટર થયું હતું. ઉલ્લેખનીય પાણીની આવક એવરેજ 50થી 60 હજાર ક્યુસેક રહેતા 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાં ધરાવતા રિવર બેડ પાવર હાઉસના 6 મશીનો ચલાવવામાં આવતા 11624 મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે. આ વીજ મથકો ચાલતા એવરેજ 19205 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: નિવૃત્ત IPSના દિકરાએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ થઇ
સરદાર સરોવર ડેમમાં કુલ જળસંગ્રહ હાલમાં 62.65 ટકા થયો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેવાને લઈ જળજથ્થામાં વધારો થયો છે. ડેમની જળ સપાટીમાં પણ આંશિક વધારો નવી આવકને લઈ થયો છે. શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીની સ્થિતી જોવામાં આવે તો. અંતિમ 24 કલાકમાં જળ સ્તર 43 સેન્ટીમીટર વધ્યુ છે. આ દરમિયાન પાણીની આવક 68,923 ક્યુસેક નોંધાઈ હતી. સાંજે પાંચ કલાકે જળસપાટી 125.57 મીટર નોંધાઈ હતી. જ્યારે પાણીનો જથ્થો 5927 એમસીએમ નોંધાયો હતો. આમ સરદાર સરોવર ડેમમાં કુલ જળસંગ્રહ હાલમાં 62.65 ટકા થયો છે.