ગુજરાત માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આ સિઝનમાં પહેલીવાર 131 મીટરને પાર થઈ ગઈ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 17 સેમીનો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો હાઇ એલર્ટ પર છે.
નર્મદા ડેમની જળ સપાટી131.04 મીટરે પહોંચી
આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી131.04 મીટરે નોંધાઈ છે, જે મહત્તમ સપાટીથી થોડી જ દુર છે. હાલ પાણીની આવક 22,119 ક્યુસેક નોંધાઇ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 57,017 ક્યૂસેક થઇ છે.જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં 44,144 ક્યૂસેક પાણીની જાવક થઇ છે. તેમજ 24 કલાકમાં સપાટીમાં 17 સે.મી.નો વધારો થયો છે. નર્મદા ડેમ સંપૂર્ણ છલોછલ થયા બાદ પાણીની આવક ચાલુ રહેશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે. જેથી નર્મદા આધારિત વિસ્તારોની આખા વર્ષની પીવાના પાણી અને ખેતીના પાણીની ચિંતા દૂર થઇ જશે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલની રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી, જાણો મેઘરાજા ફરી ક્યારે એન્ટ્રી કરશે
રાજ્યમાં ચાલુ સિઝનનો 79.83 ટકા નોંધાયો
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે.જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : કૃષિમંત્રી રાઘવજી પટેલે દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો, જૂઓ પછી શું થયું ?