જીતુ વાઘાણીએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો


ગુજરાત વિધાનસભા ખાતે જીતુ વાઘાણીએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો અને પદભાર સંભાળ્યા બાદ સમિતિના સભ્યો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
જીતુ વાઘાણીએ સંભાળ્યો પદભાર
આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ જીતુ વાઘાણીએ સમિતિના સભ્યો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મહત્વનું છે કે ભાવનગર પશ્ચિમના ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ જીતુવાઘાણીએ સમિતિના સભ્યો અને અધિકારીઓ સાથે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી.
જાહેર હિસાબ સમિતિમાં આ વખતે સત્તાપક્ષને સ્થાન
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામો જાહેર કરવામા આવ્યા હતા. જેમાં જાહેર હિસાબ સમિતિમાં આ વખતે સત્તાપક્ષને સ્થાન મળ્યું છે. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીની નિમણુંક કરવામા આવી હતી.
આ પણ વાંચો : કાળઝાળ ગરમીમાં મળશે આંશિક રાહત, 24 કલાક બાદ તાપમાન ઘટવાની શકયતા