ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Jio 5G : ગુજરાતના 100% વિસ્તારમાં કવરેજ મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું, કેવી રીતે થશે એક્ટિવ ?

Text To Speech

બિઝનેસ ડેસ્કઃ Jio તેના True 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. આજે જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે જ 100% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ અંબાણીએ જણાવ્યું કે, “અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે જેના 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોના જીવનને અસર કરી શકે તે દર્શાવવા માગીએ છીએ.”

આ પણ વાંચો : મતદાનની ટકાવારી વધારવા EC ટેક્નોલોજી ભણી, બૂથ એપથી વોટર્સને મળશે અનેક સુવિધાઓ

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ગુજરાત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે તે રિલાયન્સની જન્મભૂમિ છે. આ વ્યૂહાત્મક જાહેરાત ગુજરાત અને તેની જનતાને સમર્પિત છે. એક આદર્શ રાજ્ય તરીકે ગુજરાતમાં જિયો શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT ક્ષેત્રોમાં ટ્રુ 5G-સંચાલિત અભિયાનોની શ્રેણી શરૂ કરશે અને પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારશે.

ગુજરાતમાં આ શુભ-આરંભ એક મહત્વપૂર્ણ ટ્રુ 5જી-સંચાલિત પહેલ ‘એજ્યુકેશન-ફૉર-ઑલ’ સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે સાથે આવી રહ્યા છે. આ પહેલ શાળાઓને આ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરશે.

5G Service in Inida - Hum Dekhenge News

Jio True 5G Connectivity

  • એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ
  • શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મ
  • સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ

આ ટેક્નોલોજીની તાકાત થકી દેશભરના લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા સશક્તિકરણની ડિજિટલ સફરમાં એક અનોખી સુવિધા મળશે.

25મી નવેમ્બરથી ગુજરાતમાં જિયોના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સુધીની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવામાં આવશે.

Back to top button