ટોપ ન્યૂઝબિઝનેસ

Jio Outage: દેશભરમાં જિયોની સેવાઓ ઠપ, કોલ અને મેસેજમાં પડી રહી છે મુશ્કેલીઓ

Text To Speech

બિઝનેસ ડેસ્કઃ દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની સેવાઓ મંગળવારે ઠપ થઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર યુઝર્સને કોલિંગથી લઈને મેસેજિંગ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે સોમવાર રાતથી જિયોની સેવાઓ બંધ છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ પણ કરી રહ્યા છે. જો કે, યુઝર્સ મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, ઘણા Jio યુઝર્સ કોલ કરી શકતા નથી કે રિસીવ કરી શકતા નથી તેમજ SMSનો ઉપયોગ કરી શકતા નથી. આ પહેલા પણ Jioની સેવાઓ અટકી ગઈ હતી, જેમાં યુઝર્સની કોલિંગ અને SMS સેવાઓ ત્રણ કલાક સુધી પ્રભાવિત થઈ હતી. જો કે, ત્યારે પણ યુઝર્સ મોબાઇલ ડેટા સેવાનો ઉપયોગ કરી શકતા હતા.

નોંધનીય રીતે ઘણા યુઝર્સને આજે સવારથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વિટર પર યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ Jioની સર્વિસને લઈને મીમ્સ પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે મીમ્સ સાથે લખ્યું, #Jiodown ની સ્થિતિ જ્યારે તમારી પાસે Jio Fiber, Jio SIM અને Jio મોબાઈલ હોય અને નેટવર્ક ડાઉન હોય.

બીજી તરફ, અન્ય યુઝરે લખ્યું કે સવારથી તેના મોબાઈલ પર VoLTE સિગ્નલ દેખાતું નથી અને તે કોલ કરી શકતો નથી. આવી સ્થિતિમાં તમે 5Gની સારી સેવા કેવી રીતે પ્રદાન કરશો જ્યારે માત્ર સામાન્ય કૉલ્સમાં જ સમસ્યા છે.

 

Back to top button