બિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

JIOએ 20 વધુ શહેરોમાં True 5G લોન્‍ચ કર્યું: દેશના 277 શહેરોએ લાભ ઉઠાવ્‍યો

Text To Speech

રિલાયન્‍સ જિયો દેશના અનેક શહેરોમાં 5G સેવાઓ શરૂ કરનાર પ્રથમ અને એકમાત્ર ઓપરેટર બની ગયું છે. આજથી શરૂ થતા કોઈપણ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સુધીની ઝડપે અમર્યાદિત ડેટાનો અનુભવ કરવા માટે આ શહેરોમાં Jio વપરાશકર્તાઓને Jio સ્‍વાગત ઓફર માટે આમંત્રિત કરવામાં આવશે. આ પ્રસંગે ટિપ્‍પણી કરતા, Jio પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે, ‘અમને 11 રાજયો અને UTS સહિતના આ 20 શહેરોમાં Jio True 5G સેવાઓ શરૂ કરવામાં ગર્વ છે. આ લોન્‍ચ સાથે 277 શહેરોમાં Jio વપરાશકર્તાઓ નવામાં Jio True 5G ના પરિવર્તનકારી લાભોનો આનંદ માણી શકશે.’

Jio Hum Dekhenge
Jio Hum Dekhenge

કેવા સ્થળોએ શરૂ કરાઇ સેવા ?

આ નવા લોન્‍ચ થયેલા True 5G શહેરો મહત્‍વપૂર્ણ પ્રવાસન અને વાણિજય સ્‍થળો તેમજ આપણા દેશના મુખ્‍ય શિક્ષણ કેન્‍દ્રો છે. Jio ની True 5G સેવાઓ શરૂ થવાથી આ પ્રદેશના ગ્રાહકોને માત્ર શ્રેષ્ઠ ટેલિકોમ્‍યુનિકેશન નેટવર્ક જ નહીં મળે પરંતુ ઈ-ગવર્નન્‍સ, એજયુકેશન, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ, ગેમિંગ, હેલ્‍થકેર, એગ્રીકલ્‍ચર, આઈટી જેવા ક્ષેત્રોમાં પણ અનંત વિકાસની તકો મળશે.ᅠ

રાજ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

વધુમાં પ્રવક્તાએ જણાવ્યું કે, અમે આસામ, બિહાર, ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્‍યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને ઉત્તર પ્રદેશના રાજય સરકારો અને પ્રશાસકોને ડિજિટલાઈઝેશન કરવાના અમારા પ્રયાસમાં સતત સમર્થન આપવા બદલ આભારી છીએ. Jio True 5G નો ત્રણ ગણો ફાયદો છે જે તેને ભારતમાં એકમાત્ર TRUE 5G નેટવર્ક બનાવે છે.

ક્યાં 20 શહેરો / UTS માં પ્રારંભ થયો

20 શહેરોની યાદી જોઇએ તો બોંગાઈગાંવ ઉત્તર લખીમપુર, શિવસાગર, આસામ, તિનસુકિયા ભાગલપુર, બિહાર, કટિહાર મોરમુગાવ, ગોવા, દીવ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ગાંધીધામ, ગુજરાત, બોકારો સ્‍ટીલ સિટી, દેવઘર હજારીબાગ – ઝારખંડ, રાયચુર -કર્ણાટક, સતના – મધ્‍યપ્રદેશ, ચંદ્રપુર – મહારાષ્ટ્ર, ઇચલકરંજી, થાઉબલ-મણિપુર, ફૈઝાબાદ ફિરોઝાબાદ, ઉત્તરપ્રદેશ, મુઝફફરનગરનો સમાવેશ થાય છે.

Back to top button