ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

Jio લાવ્યું 365 દિવસ માટે બે નવા પ્લાન, અનલિમિટેડ કૉલિંગ અને ડેટા; જાણો કિંમત

Text To Speech
  • જિયોએ તેના વાર્ષિક રિચાર્જ પ્લાનમાં મોટા ફેરફાર કર્યા છે. Jioના આ બે પ્લાન 3599 અને 3999 રૂપિયાના છે. ચાલો જાણીએ કે આ પ્લાનમાં શું શું સેવા મળે છે…

HD ન્યૂઝ ડેસ્ક, 15 જુલાઈ: Reliance Jio એ તેના વાર્ષિક રિચાર્જ પ્લાન (Jio Annual Packs)માં મોટા ફેરફાર કર્યા છે. પહેલા ઘણા વાર્ષિક પ્લાન હતા, જેમાં દરરોજ 1.5GB અથવા 2GB ડેટા સાથેના પ્લાનનો સમાવેશ થતો હતો, પરંતુ હવે કિંમત વધ્યા પછી ફક્ત બે વાર્ષિક પ્લાન જ વધ્યા છે અને બંને મોંઘા થયા છે. આ બે પ્લાન રૂ. 3599 અને રૂ. 3999ના છે. ચાલો જોઈએ કે આ પ્લાનમાં શું શું મળે છે…

Jioનો 3599 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને અનલિમિટેડ કૉલિંગની સુવિધા, દરરોજ 100 SMS અને પ્રતિ દિવસ 2.5GB ડેટા મળશે. આ સિવાય તમને અનલિમિટેડ 5G ડેટા, JioTV, JioCinema અને JioCloud પણ મળશે. આ પ્લાન આખા વર્ષ માટે એટલે કે 365 દિવસ માટે માન્ય રહેશે.

Jio નો 3999 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને અનલિમિટેડ કૉલિંગની સુવિધા, દરરોજ 100 SMS અને 2.5GB ડેટા મળશે. આ સિવાય તમને અનલિમિટેડ 5G ડેટા, JioTV, FanCode, JioCinema, JioCloud અને JioTV એપ પણ મળશે. આ પ્લાન પણ આખા વર્ષ માટે એટલે કે 365 દિવસ માટે માન્ય રહેશે.

આ પ્લાન કરાવવાથી શું ફાયદો થશે?

પહેલા આ પ્લાન સસ્તા હતા. 3599 રૂપિયાના પ્લાનની કિંમત પહેલા 2999 રૂપિયા અને 3999 રૂપિયાના પ્લાનની કિંમત 3333 રૂપિયા હતી. હવે જોવાનું એ રહે છે કે Jio ક્યારે નવો વાર્ષિક પ્લાન લાવશે. કારણ કે હાલમાં જે બે યોજનાઓ છે તે દરેક માટે સારી ન પણ હોય. બંને પ્લાનમાં દરરોજ 2.5GB ડેટા મળે છે, જો કોઈને આનાથી ઓછો ડેટા જોઈતો હોય તો તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

Jioએે વાર્ષિક પ્લાન 1.5GBનો ઉમેરો કરવો જ જોઈએ, જેથી ઓછા વપરાશ વાળા લોકો આ 1.5GB વાળો વાર્ષિક પ્લાન કરાવી શકે.

આ પણ વાંચો: WhatsApp લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર, અલગ-અલગ ભાષાઓમાં કરી શકાશે ચેટ

Back to top button