જીજુ, જીજુ : નિક જોનાસ માટે લોલાપાલૂઝા કોન્સર્ટમાં ચાહકોના નારા
- જોનાસ બ્રધર્સે મુંબઈમાં લોલાપાલૂઝા કોન્સર્ટમાં કર્યું હતું પરફોર્મ
- કોન્સર્ટ દરમિયાન ચાહકોએ નિક જોનાસ માટે જીજુ, જીજુના લગાવ્યા નારા
- કોન્સર્ટ પહેલા કેવિન જોનાસે નિકની ઓળખ ‘જીજુ’ તરીકે કરી હતી
મુંબઈ, 29 જાન્યુઆરી: નિક જોનાસ અને તેના ભાઈઓ, જો અને કેવિને 27 જાન્યુઆરીના રોજ મુંબઈમાં લોલાપાલૂઝા કોન્સર્ટમાં તેમના હિટ ગીતોની મેડલી રજૂ કરી હતી. તેમના રોકિંગ પરફોર્મન્સ દરમિયાન, ભીડ એક મજાની ક્ષણમાં પ્રવેશી હતી, જેમાં તેઓએ ખુશ થઈને નિકને ‘જીજુ, જીજુ’ કહેવાનું શરૂ કર્યું હતું. જેની રમતિયાળ પ્રતિક્રિયા આપતા નિક જોનસે જવાબ આપ્યો હતો કે, “હું તમને બધાને પ્રેમ કરું છું.” સોશિયલ મીડિયા પર હાલ આ કોન્સર્ટના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
Crowd chants of “jiju” as Nick Jonas performed for the first time in India at the ongoing #Lollapalooza festival. pic.twitter.com/LLwhbZTC8D
— ⚡ NOISE ALERTS ⚡ (@NoiseAlerts) January 29, 2024
નિક જોનાસે ભારતમાં પહેલીવાર લોલાપાલૂઝા કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું. તેના ભાઈઓ સાથેના તેના પ્રદર્શન પહેલા, ગાયકને તેના ચાહકો તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
During Nick Jonas’ concert at Lollapalooza in Mumbai in 2024, Indian fans affectionately chanted “jiju, jiju.” The fans began chanting “jiju, jiju” on the first day of the festival, and even Kevin Jonas, Nick’s brother, introduced him as “jiju” to the audience, which led to… pic.twitter.com/re2tfSBkcv
— IndAI (@BakwasIndia) January 28, 2024
નિક જોનાસ માટે ચાહકોનું ‘જીજુ, જીજુ’નું રટણ
જોનાસ ભાઈઓએ પહેલીવાર ભારતમાં પરફોર્મ કર્યું હતું. મુંબઈમાં આયોજિત લોલાપાલૂઝા ઈન્ડિયા ઈવેન્ટના પ્રથમ દિવસે તેમના પર્ફોર્મન્સની પહેલા, કેવિન જોનાસે નિકને પ્રેક્ષકો સમક્ષ ‘જીજુ’ તરીકે પણ રજૂ કર્યો હતો, જેથી ભીડમાંથી ‘જીજુ, જીજુ’નું રટણ ચાલુ થઈ ગયું હતું. નિકે તેના નાના ભાઈ જો જોનાસ અને મોટા ભાઈ કેવિનને ‘બડે પાપા’ તરીકે ઓળખાવ્યા હતા. નિકે માઇક્રોફોન હાથમાં લેતા, કેવિને તેનો પરિચય આપતા “મહિલાઓ અને સજ્જનો, જીજુ” તરીકે કર્યો. જેનો નિકે જવાબ આપ્યો કે, “હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું, આભાર.”
જોનાસ ભાઈઓ દ્વારા પરફોર્મન્સ
નિક જોનાસે ભારતીય ગાયક અને રેપર કિંગ સાથે ‘માન મેરી જાન X આફ્ટરલાઈફ’ પણ રજૂ કર્યું હતું. જોનાસ બ્રધર્સના પર્ફોર્મન્સ પહેલાં, નિકે કટાક્ષ કર્યો, “ભારતમાં આ અમારું પ્રથમ વખત પરફોર્મન્સ છે. જેમાં મારા સંગીત સેરેમનીની ગણતરી થતી નથી.” નિક જોનસે 2018માં પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા હતા.
આ પણ જુઓ :ફિલ્મફેર એવોર્ડ 2024ના વિજેતાઓ જાહેર, ધ એવોર્ડ ગોઝ ટુ