ગુજરાતટોપ ન્યૂઝ

જીગ્નેશ મેવાણીની મોડીરાત્રે આસામ પોલીસે કરી ધરપકડ, જગદીશ ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર

Text To Speech

વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જીજ્ઞેશ મેવાણી પાલનપુરના સર્કિટ હાઉસમાં રોકાયા હતા. દરમિયાન મોડી રાત્રે આસામ પોલીસની એક ટીમ પાલનપુર સર્કિટ હાઉસ પહોંચી હતી અને જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી હતી.

કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. આ માહિતી મેવાણીની ટીમ સાથે જોડાયેલા એક કાર્યકર દ્વારા આપવામાં આવી છે. “પોલીસે હજુ સુધી એફઆઈઆરની કોપી અમારી સાથે શેર કરી નથી. આસામમાં તેની સામે નોંધાયેલા કેટલાક કેસોની અમને પ્રાથમિક દૃષ્ટિએ જાણ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મેવાણીને રોડ માર્ગે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ટ્રેન દ્વારા આસામના ગુવાહાટી લઈ જવામાં આવશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર તાક્યું નિશાન
આ મામલે કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ફેસબુક પોસ્ટ કરી હતી. જેમાં જિજ્ઞેશ મેવાણીને મધરાતે 3.30 વાગ્યે અમદાવાદ રેલવે સ્ટેશન પર મળવા જશે તેવી જાણ કરી હતી. આ ઉપરાંત તેમણે ભાજપ સરકાર પર જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ખોટા કેસ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યા અન્ય કેટલાક કારણો
મેવાણીએ કહ્યું કે મારી એક ટ્વીટના સંબંધમાં મારી ધરપકડ કરવામાં આવી હશે. જોકે, આ ધરપકડનું ચોક્કસ કારણ મને પોલીસ દ્વારા હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. બીજી તરફ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે મેવાણીની ધરપકડ અંગે કહ્યું કે જિજ્ઞેશ વિરુદ્ધ આરએસએસ પર ટ્વિટ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધારાસભ્યને ડરાવવાનો આ પ્રયાસ છે.

મેવાણીના સમર્થનમાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા
તે જ સમયે, મેવાણીના સમર્થકોને આ ધરપકડની જાણ થતાં જ, બધા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

Back to top button