ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

જીજ્ઞેશ, હાર્દિક-અલ્પેશની ત્રીપુટી બેઠકો પર લાગ્યું “ગ્રહણ”, પરિણામ પર થશે ગંભીર અસર

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 61 રાજકીય પક્ષોમાંથી 833 ઉમેદવારો મેદાનમાં હતા.ચૂંટણીપંચ અનુસાર સરેરાસ 63 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે બીજા તબક્કાની તમામ બેઠકો પર વર્ષ 2017ની સરખામણીએ ઓછું મતદાન થયું છે.

HardikPatel, Alpeshthakor, JigneshMevani

આ પણ વાંચો: એક્ઝિટ પોલમાં જનતાએ મિજાજ આપ્યો, ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બને તો મુખ્યમંત્રી બદલાશે!

ચૂંટણીમાં લોકપ્રિય યુવા ચહેરાઓ “થાક્યા”

સૌથી વધુ 65.84 ટકા મતદાન સાબરકાંઠા જિલ્લામાં, તો સૌથી ઓછું 53.84 ટકા મતદાન અમદાવાદમાં નોંધાયું હતું. આ મતદાન ચૂંટણીના પ્રથમ તબક્કા અને ગત વર્ષની સરખામણીએ ઓછું થયું હોવાનું રાજકીય વિશ્લેષકો ગણાવી રહ્યા છે. આ ચૂંટણીમાં સૌથી લોકપ્રિય યુવા ચહેરાઓ રહેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી ચૂંટણી લડી રહ્યા હતા તે મત વિસ્તારમાં પણ 2017 કરતા ઓછું મતદાન થયું છે.

bjp
bjp

આ પણ વાંચો: મતદાન પૂરું થતાની સાથે જ ભાજપે મતગતરી પર વોચ રાખવા ટ્રેનિંગ સેશન શરૂ કર્યું

ઘાટલોડિયા સીટ પર આ વખતે 55.04 ટકા મતદાન થયું

બીજા તબક્કાની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં મતદાનમાં 2017ની સરખામણીએ મોટો ઘટાડો નોંધાયો છે. શહેરની એકપણ સીટ પર મતદાન ગત ટર્મ કરતા વધ્યું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2017માં જ્યાંથી ચૂંટણી લડ્યા તે ઘાટલોડિયા સીટ પર આ વખતે 55.04 ટકા મતદાન થયું છે, જ્યારે 2017માં અહીં 78 ટકા જેટલું મતદાન થયું હતું.

આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસના 21 નેતાઓ પર પક્ષની લાલઆંખ, રિપોર્ટ આવતા થશે “ઘરભેગા”

ગાંધીનગર દક્ષિણ બેઠક પર 58 ટકા જેટલું મતદાન

હાર્દિક પટેલની વાત કરીએ તો વિરમગામની સીટ પરથી ભાજપની ટિકિટ પર તેઓ ચૂંટણી લડ્યા હતા. વિરમગામમાં આ વખતે 60.31 ટકા જેટલું મતદાન થયું છે, જે વર્ષ 2017ની સરખામણીએ 7 ટકા જેટલો ઘટાડો છે. જ્યારે અલ્પેશ ઠાકોર લડી રહ્યા છે તે ગાંધીનગર દક્ષિણ બેઠક પર 58 ટકા જેટલું મતદાન થયું હતું, જે 2017ની સરખામણીએ 12 ટકા જેટલો મોટો ઘટાડો છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીની વડગામ બેઠક પર 60 ટકા જેટલું મતદાન થયું છે, જ્યારે 2017માં અહીં 72 ટકા જેટલું મતદાન થયું હતું.

Back to top button