ગુજરાતટ્રેન્ડિંગ

NEET પેપર લીક વિરોધ: ગુજરાત યુનિવર્સિટીથી કલાકાર જીગ્ના વ્યાસની અટકાયત, પોલીસ વાનમાં ગાઈ કવિતા ‘અગર કહીં હૈ સ્વર્ગ…’

Ahmedabad Protest: NEET પેપર લીક કૌભાંડ અને તેના કારણે આત્મહત્યા કરવા મજબૂર બનેલા નિર્દોષ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે રાજ્યભરમાં વિરોધના સૂર ઊઠી રહ્યા છે. આ જ કડીમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ગુજરાતના જાણીતા કલાકાર જીગ્ના વ્યાસ પણ વિદ્યાર્થીઓના હકની લડાઈમાં સમર્થન આપવા માટે મેદાને ઉતર્યા હતા.

પોલીસ વાનમાં પણ બુલંદ અવાજે વ્યક્ત કર્યો આક્રોશ

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી જીગ્ના વ્યાસની અટકાયત (Detain) કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ કલાકારને ક્રૂરતાપૂર્વક પકડીને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી રહી છે.

પરંતુ, પોલીસની આ કડક કાર્યવાહી વચ્ચે પણ કલાકાર જીગ્ના વ્યાસની હિંમત તૂટી નહોતી. વાનમાં બેસાડતી વખતે તેમણે પ્રખ્યાત કવિતા “અગર કહીં હૈ સ્વર્ગ તો ઉતાર લા જમીન પર…” ગાઈને પોતાનો વિરોધ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ બહાર બનેલી આ ઘટનાનો વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોનો મુખ્ય મર્મ એ છે કે વિદ્યાર્થીઓના આપઘાત અને ન્યાયની માગ માટે અવાજ ઉઠાવનાર કલાકાર સામે પોલીસે જે રીતે બળપ્રયોગ કર્યો, તેમ છતાં તેમણે ગીત અને કવિતાના માધ્યમથી અન્યાય સામે પોતાનો અવાજ બુલંદ રાખ્યો.

હાલ સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વિડીયો શેર કરીને કલાકાર જીગ્ના વ્યાસની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના પ્રશ્ને પોલીસની આવી કાર્યવાહી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ IPLના સ્થાપક લલિત મોદી 16 વર્ષ પછી ભારત પરત ફરશે, FEMA કેસમાં મોટી રાહત બાદ જાહેરાત

આ પણ વાંચોઃ ‘બિગ બોસ 20’ આવશે નવા અંદાજમાં, સલમાન ખાન ફરી કરશે હોસ્ટિંગ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button