યુટિલીટી

દેશભરમાં થતા સાયબર ક્રાઇમનું મૂળ છે ઝારખંડનું ‘જમતારા’…..વાંચો, સાયબર ફ્રોડ વિશે બધું

Text To Speech

તમારુ ક્રેડિટ કાર્ડ બ્લોક થયુ છે, ચાલુ રાખવા માટે આટલી વિગતો આપો…તમને લોટરી લાગી છે બસ આટલી વિગતો આપો અને લાખો રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તમે લકી કસ્ટમર તરીકે પસંદ થયા છો, તમને આટલી વસ્તુઓ ગિફ્ટમાં મળે છે બસ તમારી અમુક વિગતો અમને આપો…અને આવું ઘણું બધું…

આવી લાલચ આપતા ફોન ઘણા લોકોને આવ્યા હશે અને આવે જ છે. આ અંગે જમતારા નામની વેબ સિરિઝ બની છે, કેમ કે ઝારખંડનું જમતારા ગામ જ આવા ફોન કરનારી ગેંગનું મુખ્યાલય છે. દેશમાં આવા ઘણા હોટ-સ્પોટ છે, જ્યાંથી ચોક્કસ પ્રકારના સાઈબર ક્રાઈમ ઓપરેટ કરવામાં આવે છે.

ઇન્વેસ્ટમેન્ટ સ્કેમનું સંચાલન ક્યાંથી?…

ઈન્વેસ્ટમેન્ટ સ્કેમનું સંચાલન મોટે ભાગે કેરળથી થાય છે. ઈલેક્ટ્રિસિટી બિલનું કૌભાંડ ઝારખંડમાંથી ઓપરેટ થાય છે. ઈન્સ્યુરન્સ આપવાના નામે લોકોના ખિસ્સા ખાલી કરવાની સ્કીમ હરિયાણાના મેવાતમાંથી ચલાવાય છે. લોન આપનારી નકલી એપ્સનું મેનેજમેન્ટ બિહારના મોતિહારી અને પશ્ચિમ બંગાળના આસનસોલ જિલ્લામાંથી થાય છે.

આ પણ વાંચો: વોટ્સઅપમાં છેતરપીંડીની આ છે નવી રીત…

આ રીતે ઓળખો ફ્રોડ કોલ્સને

દેશના કેટલાક વિસ્તાર પોતાના ચોક્કસ વેપાર-ધંધા માટે પ્રખ્યાત થયા હોય એ આ વિસ્તારો તેના કુકર્મો માટે બદનામ થાય છે.તમને પણ આ વિસ્તારના કોડ ધરાવતો ફોન આવે તો સાવધાન રહેજો.

Back to top button