ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માવા અને ગુટખા હવેથી ખાઈ શકશો નહીં, અહીંની સરકારે લગાવી દીધો પ્રતિબંધ, ગલ્લા પર દેખાશે તો આવી બનશે

Text To Speech

રાંચી, 19 ફેબ્રુઆરી 2025: ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને સેવન કરવા પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડો. ઈરફાન અંસારીએ આ મોટા નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સપનાને સાકાર કરવા માટે આ કઠોર પગલું ભર્યુ છે. આ પ્રતિબંધ ફક્ત એક નિયમ નથી, પણ ઝારખંડના યુવાનોને નશાની જાળમાંથી બચાવવાની ક્રાંતિકારી પહેલ છે.

મંત્રી ડો. અંસારીએ કહ્યું કે, સ્વાસ્થ્ય સાથે રમત કોઈ પણ કિંમત પર સાંખી લેવામાં આવશે નહીં. ગુટખા અને પાન મસાલાના કારણે કેન્સર જેવી ઘાતક બીમારીઓ વધી રહી છે. આપણા યુવાનો ધીમે ધીમે મોત તરફ આગળ વધી રહ્યા છે અને આંખોની સામે મરતા જોઈ શકાય નહીં. એક ડોક્ટર હોવાના નાતે હું જાણું છું કે, આ ઝેર શરીરને કેટલીય હદે બરબાદ કરી શકે છે. જ્યારે જનતાએ મને સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યો છે, તો મારુ પહેલું કર્તવ્ય છે કે, જીવનની રક્ષા કરવાનો છે.

મંત્રીએ સ્પષ્ટતા કરી કે ગુટખાનું વેચાણ, સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો કોઈ દુકાન, ગોદામ કે વ્યક્તિમાં ગુટખા મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવશે જ, સાથે ગોદામને સીલ પણ કરવામાં આવશે. આ આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: કોર્ટે દાખલો બેસાડ્યો: સાત મહિનાની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, કોર્ટે ફાંસીની સજા ફટકારી

Back to top button