ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને આંચકો, રાંચીમાં કોર્ટે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની અરજી ફગાવી


ઝારખંડમાં ‘મોદી સરનેમ’ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફટકો લાગ્યો છે. રાંચીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે રાહુલ ગાંધીના કેસમાં વ્યક્તિગત હાજરીની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
રાંચીમાં પ્રદીપ મોદી નામના વ્યક્તિ તરફથી રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ્ય સરકાર વતી અધિક સરકારી વકીલ પુષ્પા સિંહાએ દલીલો કરી હતી. જ્યારે, રાહુલ ગાંધી વતી એડવોકેટ પ્રદીપ ચંદ્રાએ દલીલ કરી હતી.
બદનક્ષીના કેસમાં જ સુરત કોર્ટમાંથી સજા
આ મામલે વધુ માહિતી આવવાની બાકી છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને ગુજરાતની સુરત કોર્ટમાંથી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવતાં તેઓ સંસદનું સભ્યપદ ગુમાવી ચૂક્યા હતા. હાલ રાહુલ ગાંધી 10મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે.