ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડઃ જામતારામાં મોટી ટ્રેન દુર્ઘટના, બેના મૃત્યુના સમાચાર

Text To Speech
  • ઝારખંડના જામતારામાં એક ટ્રેન અનેક યાત્રીઓ પર ચડી ગઈના સમાચાર છે. આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

જામતારા, 28 ફેબ્રુઆરી: ઝારખંડના જામતારામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં 2 લોકોના મૃત્યુના સમાચાર પ્રકાશમાં આવ્યો છે. જામતારાના ડેપ્યુટી કમિશનરે કહ્યું, ‘જામતારાના કાલાઝરિયા રેલવે સ્ટેશન પર ટ્રેન 2 મુસાફરો પર ચડી ગઈ છે. આ બંનેનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું અને બંનેના મૃતદેહને જામતારા સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં આંગ એક્સપ્રેસને કાલા ઝરિયા ખાતે રોકી દેવામાં આવી હતી, આ દરમિયાન કેટલાક લોકો તે ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. અચાનક એક લોકલ ટ્રેન ત્યાંથી પસાર થઈ, જેણે બે લોકોને ટક્કર મારી. જેમાં બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેક પર આગ જેવું કંઈક જોઈને આંગ એક્સપ્રેસ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. જ્યારે લોકો નીચે ઉતર્યા ત્યારે બીજી ટ્રેન પસાર થઈ અને આ અકસ્માત થયો હતો. બંને મૃતકો અંગ એક્સપ્રેસના મુસાફરો છે, જેમની ઓળખ હજુ થઈ નથી. બંનેના મૃતદેહને જામતારા સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

SDM શું કહ્યું?

જામતારા ટ્રેન દુર્ઘટના પર જામતારા એસડીએમ અનંત કુમાર કહે છે, ‘બે મૃતદેહ મળી આવ્યા છે. અમે રેલવેને હેલ્પલાઇન નંબર શરૂ કરવા વિનંતી કરી છે. તપાસ બાદ કારણ જાણવા મળશે.

પૂર્વ રેલવેના સીપીઆરઓ કૌશિક મિત્રાએ શું કહ્યું?

ટ્રેન નંબરથી ઓછામાં ઓછા 2 કિલોમીટર દૂર ટ્રેક પર ચાલી રહેલા બે વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. 12254 વિદ્યાસાગર કાસીતર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આગની કોઈ ઘટના બની નથી. હાલમાં બે મૃત્યુની પુષ્ટિ થઈ છે. મૃતકો મુસાફરો ન હતા પરંતુ ટ્રેક પર ચાલી રહ્યા હતા. મામલાની તપાસ માટે 3 સભ્યોની JAG કમિટીની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે સારા સમાચાર, સરકારે પેસેન્જર ટ્રેનના ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યો

Back to top button