ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડમાં JMM ગઠબંધનને બહુમત, શરૂઆતમાં પાછળ રહ્યા બાદ કરી વાપસી

Text To Speech

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મુખ્યપ્રધાન હેમંત સોરેનની આગેવાની હેઠળની ગઠબંધન સરકારની વિદાય બાદ નવી સરકાર બનશે કે તેઓ પરત ફરશે? આ સવાલનો જવાબ આજે મતગણતરી બાદ જાણવા મળશે. બપોરે 2 વાગ્યા સુધીમાં 81 સભ્યોની વિધાનસભામાં બહુમતી મેળવવાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ઝારખંડમાં INDIA ગઠબંધન બહુમતને પાર કરી ગયો છે. ગઠબંધન 51 સીટો પર આગળ છે. હેમંત સોરેન સત્તામાં વાપસી કરવા જઈ રહ્યા છે. પરંતુ તેમની પત્ની કલ્પના સોરેન ગાંડેયા વિધાનસભા બેઠક પરથી લગભગ 4500 મતોથી પાછળ છે. NDA ગઠબંધન 28 સીટો પર આગળ છે. અન્ય બે બેઠકો પર આગળ છે.


ચૂંટણી પંચઅનુસાર, જેએમએમની આગેવાની હેઠળના મહાગઠબંધને રાજ્યમાં બહુમતીનો આંકડો પાર કર્યો છે, જે હાલમાં 81માંથી 51 બેઠકો પર આગળ છે. રાજ્યના કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીર, રાજ્યના પક્ષના નિરીક્ષકો તારિક અનવર, મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને કૃષ્ણા અલ્લાવુરુ અને ભૂતપૂર્વ રાજ્ય કોંગ્રેસના વડા રાજેશ ઠાકુરે રાંચીમાં બેઠક યોજી હતી

ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, JMM 29,BJP 27, કોંગ્રેસ 13, RJD 5, AJSUP 2 સીટ પર આગળ છે.

ઝારખંડમાં કેટલું મતદાન થયું હતું

ઝારખંડમાં 67.74 ટકા મતદાન થયું હતું. મતદાનની બાબતમાં મહિલાઓએ પુરૂષોને પાછળ છોડી દીધા છે. ઝારખંડમાં 1,76,81,007 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 91,16,321 મહિલા અને 85,64,524 પુરૂષ મતદારોએ મતદાન કર્યું હતું. ઝારખંડમાં અનુસૂચિત જનજાતિ માટે 28 બેઠકો અનામત છે.

2019માં શું હતી સ્થિતિ

2019 માં ઝારખંડ ચૂંટણી માટે મતદાન 30 નવેમ્બરના રોજ થયું હતું અને પરિણામો 20 ડિસેમ્બરે આવ્યા હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધનનો આ ચૂંટણીમાં વિજય થયો હતો. ત્યારે જેએમએમને 30 બેઠકો મળી હતી, જ્યારે ભાજપે 25 બેઠકો અને કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી.

આ પણ વાંચોઃ વાયનાડથી પ્રિયંકા ગાંધી આગળ છે કે પાછળ, જાણો લેટેસ્ટ અપડેટ

 

Back to top button