ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડ : ફ્લોર ટેસ્ટ પૂર્વે નવી સરકારના તમામ MLA હૈદરાબાદ પહોંચ્યા

Text To Speech

હૈદરાબાદ, 2 ફેબ્રુઆરી : ઝારખંડમાં જેએમએમ પર રાજકીય સંકટ હાલ પૂરતું ટળી ગયું છે. ઘણી આશંકાઓ વચ્ચે રાજ્યને ચંપાઈ સોરેનના રૂપમાં તેના 12મા મુખ્યમંત્રી મળ્યા છે. પરંતુ સંકટ હજી સમાપ્ત થયું નથી, તેથી શુક્રવારે શપથ લીધા પછી તરત જ JMM અને જોડાણના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા. હૈદરાબાદમાં તેમને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. ઝારખંડ સરકારે સોમવારે ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવાની છે, તેથી ચંપાઇ સરકાર આ માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે.

ધારાસભ્યોને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે

ધારાસભ્યોને હૈદરાબાદના એક રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝારખંડના ધારાસભ્યોને જ્યાં ખસેડવામાં આવ્યા છે તે બ્લોકમાં અને તેની આસપાસ લગભગ 80 પોલીસ અધિકારીઓ તૈનાત છે, દરેક ધારાસભ્યની સાથે ઓછામાં ઓછા 2 અધિકારીઓ હોય છે. ઝારખંડ મુક્તિ મોરચા વિધાનસભા પક્ષના નેતા ચંપાઈ સોરેને શુક્રવારે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

સોમવારે યોજાશે ફ્લોર ટેસ્ટ

અહીંના રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને પદના શપથ લેવડાવ્યા હતા. ચંપાઈ સોરેનની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આલમગીર આલમ અને આરજેડી નેતા સત્યાનંદ ભોક્તાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથગ્રહણ સમારોહ રાજભવનના દરબાર હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ જેએમએમના ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેન દ્વારા હૈદરાબાદ ગયા છે. તેઓ ત્યાં બે દિવસ રોકાશે. સોમવારે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.

Back to top button