બ્લેક એન્ડ વ્હાઇટ સ્લીવલેસ બૉડીકૉનમાં જ્હાન્વી કપૂરે બોલ્ડ અવતાર ફ્લૉન્ટ કર્યો, ફેન્સ થયા ઘાયલ
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે ફરી એકવાર સોશ્યલ મીડિયા પર પોતાનું કામણ પાથર્યું છે. જ્હાન્વીએ લાખો ફેન્સને ફરી એકવાર પોતાના હૉટ એન્ડ બૉલ્ડ ફિગરના દિવાના બનાવ્યા છે. એક્ટ્રેસે હાલમાં જ સોશિયલ મીડિયામાં બ્લેક ડ્રેસમાં બોલ્ડ અવતાર ફ્લૉન્ટ કર્યો છે.
આ તસવીરોમાં જ્હાન્વીનો લૂક એકદમ ગ્લેમરસ અને બિન્દાસ દેખાઇ રહ્યો છે. ખરેખરમાં એક્ટ્રેસે પોતાની અપકમિંગ ફિલ્મ મિલીના પ્રમૉશન દરમયિાન આ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો સ્લીવલેસ બૉડીકૉન ડ્રેસ પહેર્યો હતો.
આ લૂકની વાત કરીએ તો આમાં જ્હાન્વીએ મિનીમલ મેકઅપ કર્યો છે, સાથે વાળને સૉફ્ટ કલરમાં સ્ટાઇલ કર્યા છે. આમ તો આ જ્હાન્વીનો ઓવરઓલ લૂક ખુબ સ્ટાઇલિશ લાગી રહ્યો છે, પરંતુ તેના ડ્રેસને સોશ્યલ મીડિયા યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. આ અજીબોગરીબ ડ્રેસ પર લોકો જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે, અને લાઇક્સ પણ ખુબ મળી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ મિલીને લઇને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર મિલી નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, અને તેનુ સપનું છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનું સાચું પણ થવાનુ છે. ત્યારે એક ટ્વિસ્ટ આવે છે. શું છે તે જાણવા 4 નવેમ્બર સુધી રાહ જોવાની રહેશે.
મિલી થિયેટરમાં 4 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ જ્હાન્વીના અપૉઝિટ સની કૌશલ છે. આ ફિલ્મનુ નિર્દેશન માથાકુટ્ટી જેવિયર કર્યું છે. જ્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર જ્હાન્વીના પિતા બોની કપૂર છે. ઉલ્લેખનીય છે કે, બોની કપૂર દ્વારા પ્રૉડ્યૂસ્ડ આ પહેલી ફિલ્મ છે જેમાં જ્હાન્વી કપૂર દેખાશે.