ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝાંસી અગ્નિકાંડમાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાય જાહેર, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

ઝાંસી, તા. 16 નવેમ્બર, 2024: ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજના ચિલ્ડ્રન્સ વોર્ડમાં આગ લાગવાથી 10 બાળકોના મૃત્યુ થયા હતા અને 16 ઘાયલ થયા હતા. મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં શુક્રવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે આગ લાગી હતી. ઘટનાને લઈ ઉત્તર પ્રદેશ સરકારે મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ સહાય શક્ય તેટલી વહેલી તકે પ્રાપ્ત થવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડાયા પર પોસ્ટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું, ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે. જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય રાહત અને બચાવ પ્રયાસોમાં રોકાયેલું છેઃ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

મૃતકના પરિવારજનોને 5 લાખની સહાય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. શુક્રવારે મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને અગ્ર સચિવ આરોગ્યને સ્થળ પર મોકલી દીધા હતા. મુખ્યમંત્રીના નિર્દેશ પર ઘટનામાં મૃતક બાળકોના માતા-પિતાને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ ઝાંસીના ડિવિઝનલ કમિશનર અને DIGને આ ઘટના અંગે 12 કલાકમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

વોર્ડમાં કેટલા બાળકો હતા દાખલ

મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના સ્પેશ્યલ ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU) માં લાગેલી ભીષણ આગમાં 10 નવજાત શિશુઓના મોત થયા હતા.  ડિવિઝનલ કમિશનર બિમલ કુમાર દુબેએ જણાવ્યું હતું કે જ્યાં આગ લાગી હતી તે વોર્ડમાં 55 નવજાત બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 45 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેની સારવાર ચાલી રહી છે. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સેના પણ બોલાવવામાં આવી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.


આ પણ વાંચોઃ ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડમાં 10 બાળકોના મૃત્યુ પર યોગી લાલઘૂમ, 16ની હાલત નાજુક

Back to top button