ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડમાં 10 બાળકોના મૃત્યુ પર યોગી લાલઘૂમ, 16ની હાલત નાજુક

ઝાંસી, તા. 16 નવેમ્બર, 2024: ઝાંસી મેડિકલ કોલેજના ચિલ્ડ્રન્સ વોર્ડમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 બાળકોના મૃત્યુ થયા હતા અને 16 ઘાયલ થયા હતા. મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં શુક્રવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે આગ લાગી હતી. ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આ આ દુર્ઘટના બની હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે જણાવ્યું હતું.

આગ સમયે 50 બાળકો હતા દાખલ

ઝાંસીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સુધા સિંહે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 16 બાળકોની સારવાર ચાલી રહી છે. ઘટના સમયે 50થી વધુ બાળકોને NICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝાંસી પોલીસે સોશિયલ મીડિયા પર એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી ગઈ હતી જ્યારે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા.

3 દિવસના નવજાતના મોતથી માતા આઘાતમાં

મહોબા જિલ્લામાં રહેતા એક દંપતીને તેમના નવજાત બાળકના મૃત્યુથી આઘાત લાગ્યો હતો. માતાએ પત્રકારોને જણાવ્યું હતું કે 13 નવેમ્બરે સવારે 8 વાગ્યે બાળકનો જન્મ થયો હતો. મારા બાળકનું આગમાં મૃત્યુ થયું.

યોગી આદિત્યનાથે 12 કલાકમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો

લખનઉથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી હતી અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ ડિવિઝનલ કમિશનર બિમલ કુમાર દુબે અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ઝાંસી પોલીસ રેન્જ) કલાનિધિ નૈથાનીને આ મામલે 12 કલાકમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

શનિવારે વહેલી સવારે એસએસપી સુધા સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે 16 ઘાયલ બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનો જીવ બચાવવાના પ્રયાસો ચાલુ છે. તેમના માટે પૂરતી તબીબી સુવિધાઓ તેમજ તમામ ડોકટરો ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ વડોદરામાં દુષ્કર્મની કોશિશથી યુવતીએ પ્રૌઢના ગુપ્તાંગ પર ચપ્પુ માર્યું, જાણો વિગત

Back to top button