ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

યહૂદીઓએ અમેરિકી સંસદમાં ઘૂસીને ગાઝામાં યુદ્ધવિરામની કરી માંગ

  • યહૂદી કાર્યકર્તાઓએ યુએસ સંસદમાં પ્રવેશ કરીને કર્યો વિરોધ
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના ઘરની બહાર પણ ટોળાં ઉમટ્યા
  • પોલીસ દ્વારા અનેક યહૂદી કાર્યકરોની અટકાયત કરવામાં આવી

ઈઝરાયલ અને હમાસ વચ્ચે 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજારો લોકો આ યુદ્ધમાં જીવ ગુમાવી ચૂક્યા છે પણ અત્યારસુધી યુદ્ધનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગાઝા પર હુમલા બંધ કરવા અને ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામની માંગ સાથે અનેક યહૂદી કાર્યકરોએ અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલી US સંસદમાં ઘૂસીને ગુરૂવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા અનેક યહૂદી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી તેમજ અમેરિકી પ્રમુખ જો બાઈડનના ઘરની બહાર પણ ટોળાં ઉમટ્યા  હતા.

 

અમેરિકી સંસદમાં પ્રદર્શનકારીઓએ કર્યો ફરી હોબાળો

અહેવાલો મુજબ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન યહૂદી પ્રદર્શનકારીઓએ વોશિંગ્ટનમાં આવેલી અમેરિકી સંસદ ભવનમાં ઘૂસીને ધરણાં કર્યા હતા અને આ લોકોએ યુદ્ધવિરામ કરાવવાની માંગ પણ ઉચ્ચારી હતી. યહૂદી સંગઠનોએ વ્હાઈટ હાઉસની નજીક કલાકો સુધી આ જ રીતે દેખાવો કર્યા હતા. સેંકડો દેખાવકારો બુધવારે વોશિંગ્ટનમાં અમેરિકી પ્રમુખ જો બાયડનના ઘરની બહાર પણ એકઠાં થયા હતા અને યુદ્ધને રોકવા આગ્રહ કર્યો હતો. યુએસ કેપિટલ હિલ(સંસદ) પોલીસના જણાવ્યા અનુસાર, દેખાવકારોના સમૂહે સંસદ ભવનની અંદર કબજો કરી લીધો હતો ત્યારબાદ ગાઝામાં યુદ્ધ વિરામની માંગ કરી રહેલા આ દેખાવકારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

 

 

યહૂદી સંગઠન દ્વારા શું જણાવવામાં આવ્યું ?

 

પ્રદર્શનકારીઓએ સંસદમાં ગાઝામાં યુદ્ધવિરામ કરવાની માંગ કરી હતી. યહૂદી સંગઠન એવા યહૂદી વોઈસ ફોર પીસ દ્વારા ટ્વિટરમાં પોસ્ટ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, હજારો અમેરિકી યહુદીઓએ કોંગ્રેસ ભવનની બહાર દેખાવ કર્યા હતા. જોકે 350થી વધુ અંદર પ્રવેશી ગયા હતા. અનેક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. સંગઠને વધુમાં કહ્યું કે, છેલ્લાં 75 વર્ષોથી ઈઝરાયલી સરકાર પેલેસ્ટિની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહી છે અને પેલેસ્ટિની સમુદાયનો સફાયો કરવામાં આવી રહ્યો છે. હવે ગાઝામાં અમેરિકાના પૂર્ણ સમર્થન સાથે નરસંહાર કરવામાં આવી રહ્યો છે.

 

આ પણ જુઓ :જાપાનમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત રોડ શો, ભારતીય રાજદૂત ઉપરાંત વિજય નેહરાએ કર્યું સંબોધન

Back to top button