સુરતના જવેલરની ત્રણ કરોડની જ્વેલરી કેરલામાં જીએસટી વિભાગે જપ્ત કરી
- શો-રુમમાં બતાવવા માટે મોકલેલી ૩ કરોડની જ્વેલરી જીએસટી વિભાગે જપ્ત કરી
- કેરલા જીએસટી વિભાગે સેલ્સમેન પાસેથી ઇ-વે બિલની માંગણી કરી હતી
- પેઢી સંચાલકોએ પણ વારંવાર જીએસટી વિભાગને તમામ હકીકતો જણાવી
સુરતના જવેલરની ત્રણ કરોડની જ્વેલરી કેરલામાં જીએસટી વિભાગે જપ્ત કરી છે. જેમાં ઇ-વે બિલની માંગણી કરી અને શો-કોઝ નોટિસ પણ આપી દેતા જ્વેલર્સમાં ચિંતા વ્યાપી છે. તેમાં કેન્દ્ર સરકારે જ્વેલરી પર ઇ-વે બિલનો નિયમ રાજ્ય સરકાર પર છોડી દીધો છે.
આ પણ વાંચો: ગુજરાત: પાલિકાની સ્થાયી સમિતિની નવી ટીમમાં વર્તમાન ચહેરાઓ રિપિટ નહીં થાય
શો-રુમમાં બતાવવા માટે મોકલેલી ૩ કરોડની જ્વેલરી જીએસટી વિભાગે જપ્ત કરી
જ્વેલરી સેક્ટરમાં જીએસટીના કાયદામાં રહેલી કેટલીક બાબતો ઉદ્યોગકારોને પરેશાન કરી રહી છે. જવેલરી મેન્યુક્ચર્સ દ્વારા જવેલરી બનાવીને એક જગ્યાથી બીજી જગ્યા લઇ જઇ હોય તો તેના માટે પણ ઇ-વે બિલ જરુરી છે, એવો કાયદો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે જોકે આ અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે કે રાજ્યની સરકાર તેમની અનુકૂળતા પ્રમાણે નિર્ણય લઇ શકે છે. ગુજરાતમાં હાલ આ નિર્ણય લાગૂ પડ્યો નથી પરંતુ કેરલામાં સુરતના જ્વેલર્સોને તકલીફ નડી રહી છે. સુરતના એક જ્વેલર્સે સેલ્સમેન થકી કેરલાના શો-રુમમાં બતાવવા માટે મોકલેલી ૩ કરોડની જ્વેલરી જીએસટી વિભાગે જપ્ત કરી લીધી હતી.
આ પણ વાંચો: ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત: કોંગ્રેસ
કેરલા જીએસટી વિભાગે સેલ્સમેન પાસેથી ઇ-વે બિલની માંગણી કરી હતી
કેરલા જીએસટી વિભાગે સેલ્સમેન પાસેથી ઇ-વે બિલની માંગણી કરી હતી. જોકે તેની સામે સેલ્સમેનનું કહેવુ હતું કે જવેલરી બતાવવા માટે લઇ આવ્યો છે અને કેરલામાં અનેક શો-રુમ સંચાલકોને જ્વેલરી બતાવવા માટે જશે, ત્યારે કોના નામનું ઇ-વે બિલ બનાવવું. તેવી ખરી હકીકત જણાવી હતી. જોકે સેલ્સમેનની વાતો જીએસટી અધિકારીઓએ માની ન હતી અને તેમની દલીલ હતી કે જેટલા લોકોને જ્વેલરી બતાવવાની છે તે તમામ લોકોના નામનું ઇ-વે બિલ બનાવવું પડશે. અંતે અધિકારીઓએ ઇ-વે બિલ નહીં હોવાથી ૩ કરોડ રુપિયાની જ્વેલરી જપ્ત કરી લીધી હતી અને પેઢીના નામે શો- કોઝ નોટિસ મોકલી આપી છે.
આ પણ વાંચો: ગુજરાત: વિદેશથી આવતા જોબવર્કમાં સીધો 50 ટકાના ઘટાડાથી હીરાઉદ્યોગમાં ચિંતાનું મોજું
પેઢી સંચાલકોએ પણ વારંવાર જીએસટી વિભાગને તમામ હકીકતો જણાવી
પેઢી સંચાલકોએ પણ વારંવાર જીએસટી વિભાગને તમામ હકીકતો જણાવી હતી. જોકે વિભાગ તેમની વાતને અડગી રહ્યુ છે. ૩ કરોડની માતબર મૂડી અટવાતા ઉદ્યોગકારે આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં પણ રજૂઆત કરી છે. આ રીતેજ અન્ય કેટલાક ઉદ્યોગકારોની જ્વેલરી પણ કેરલા સહિત દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં ઇ-વે બિલના અભાવે જપ્ત કરવાની ફરિયાદ કાઉન્સિલમાં ઉદ્યોગકારોએ કરી છે.