કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું હાર્ટઅટેકથી નિધન, મતદાન પહેલાં જ ભાજપ માટે માઠા સમાચાર


જેતપુરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે. જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું આજે વહેલી સવારે તેમના વતન વીરપુરમાં હૃદયરોગના હુમલાથી નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. જેને કારણે ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગઈકાલે રાત્રે જેતપુર ખાતેની સભામાં તાલુકા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
વેલજીભાઈ સરવૈયા નશાબંધીને આબકારી ખાતામાં તેમજ પછાત નિગમના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તાલુકા પ્રમુખનું નિધન થતાં જેતપુર જામકંડોરણા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાએ લોક સંપર્ક સહિતના તમામ કાર્યક્રમો મોફૂક રાખ્યા છે.