પપ્પા સૈફથી નજર બચાવીને જેહે લઈ લીધી ઢગલાબંધ ચોકલેટ્સ, જુઓ ક્યૂટ વીડિયો


- ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલા કરીનાના નાના પુત્ર જેહ અલી ખાનનો ક્યૂટ વીડિયો લોકોને હંમેશા ખુશ કરી દે છે. તાજેતરમાં તેનો એક વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના નાના દીકરા જેહ અને તૈમૂર સોશિયલ મીડિયા પર ઘણી વખત લાઈમલાઈટમાં રહે છે. તેમની ક્યુટનેસ લોકોના દિલમાં વારંવાર વસી જાય છે. ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલા કરીનાના નાના પુત્ર જેહ અલી ખાનનો ક્યૂટ વીડિયો લોકોને હંમેશા ખુશ કરી દે છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પિતા સૈફ અલી ખાનની નજરથી બચીને ચતુરાઈથી ઘણી બધી ચોકલેટ એકઠી કરી રહ્યો છે.
View this post on Instagram
તાજેતરમાં જ કરીના તેના પતિ અને બે બાળકો સાથે મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી, ઈવેન્ટનો અંદરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેહ અલી ખાન ટેબલ પર રાખેલી ચોકલેટ જોઈને લલચાઈ જાય છે અને પોતાના હાથમાં બને તેટલી ચોકલેટ એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં જેહ એક પછી એક ઘણી ચોકલેટ લેતો જોવા મળે છે. જેમ જેમ સૈફ અલી ખાન તેના બાળકોને ઝડપથી બહાર જવા માટે કહે છે, તે પાપા સામે જોઈને વધુ ચોકલેટ ઉપાડે છે. જેહની જીદ પિતાની સામે એકદમ ક્યૂટ લાગે છે. તૈમૂર પણ તેના ભાઈ સાથે ચોકલેટની મજા માણી રહ્યો છે.
View this post on Instagram
નાના જેહ અને તૈમુરના આ વીડિયો ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો તેમની ક્યુટનેસથી પ્રભાવિત થઈ રહ્યા છે. આ વીડિયો પર ફેન્સ ફની રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, બાળકો દિલથી સાચા હોય છે. બીજાએ લખ્યું છે, દરેક બાળક સમાન હોય છે, પછી ભલે તે સેલિબ્રિટીનું હોય કે અન્યનું. અન્ય યુઝર્સ પણ આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ‘પુષ્પા 2’માં સામંથા નહિ, આ અભિનેત્રી લગાવશે આઈટમ સોંગનો તડકો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો