JEE મેઈન્સનું પરિણામ જાહેર : અમદાવાદના 2 વિધાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઈલ મેળવ્યા
દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE-Main 2023ના જાન્યુઆરી સત્રનું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું છે. આ પરિણામમાં અમદાવાદ શહેરના બે વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ બે વિદ્યાર્થીઓએ પરિક્ષામાં 100 પર્સન્ટાઈલ મેળવ્યા હતા.
અમદાવાદના બે વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે JEE મેઈન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે કુલ 8.6 લાખ ઉમેદવારોએ પેપર 1 અને 0.46 લાખ ઉમેદવારોએ પેપર 2ની પરીક્ષા આપી હતી. આ પરિક્ષામાં 6 વર્ગખંડના વિદ્યાર્થીઓએ એકંદરે 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાં અમદાવાદના કૌશલ અને હર્ષલે મેળવ્યા 100 પર્સન્ટાઈલ મેળવી તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
વિદ્યાર્થીઓ IIT બોમ્બેમાં અભ્યાસ કરવાની ઈચ્છા
આજે JEE મેઈન્સની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગીયે ત્રણેય વિષયમા સંપૂર્ણ માર્ક્સ અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. અને હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં પુરા માર્ક્સ અને 100 પર્સન્ટાઈલ હાંસલ કર્યા છે. આ બેન્ને વિદ્યાર્થીઓ ભવિષ્યવમાં કોમ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જાન્યુઆરીમાં લેવાઈ હતી પરિક્ષા
ઉલ્લેખનીય છે કે એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવામાં આવતી હોય છે. JEE-મેઈન જાન્યુઆરી સત્રની પરીક્ષા 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરીની વચ્ચે લેવામાં આવી હતી. આજે પરીક્ષાના પરિણામની સાથે આન્સર કી પણ બહાર પાડી દેવામા્ં આવી છે. જેના માટે કુલ 9 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાયેલા વિદ્યાર્થીઓમાંથી 95.79 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
કેવી રીતે જાણી શકશો પરિણામ ?
JEE Mainનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈ પરિણામ જાણી શકે છે.
આ પણ વાંચો : AMCદ્વારા હવે ફ્લાવર વેલીનું આયોજન, 2 વર્ષ સુધીના બાળકોને મળશે મફત પ્રવેશ,જાણો શું છે વિશેષતા