JEE 2025 મેઈન્સ પરીક્ષા આજથી શરુ, પરીક્ષા આપવા જાવ તો આ ડોક્યુમેન્ટ સાથે લઈ જજો
JEE Main 2025 Exam: જેઈઈ મેઈન્સ 2025 પરીક્ષા આજથી શરુ થઈ ગઈ છે. તેના માટે આ પરીક્ષા આજે એટલા 22 જાન્યુઆરીથી લઈને 29 જાન્યુઆરી સુધી આયોજીત કરવામાં આવશે. પણ 22-23 અને 24 જાન્યુઆરીની પરીક્ષાની તારીખ માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જો આપ પણ આ પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
જેઈઈ મેઈન્સ 2025 પરીક્ષાનું શિડ્યૂલ
- પેપર-1 આ પરીક્ષા 22થી 29 જાન્યુઆરી 2025 સુધી બે શિફ્ટમાં યોજાશે
- પહેલી શિફ્ટ- સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી
- બીજી શિફ્ટ- બપોરના 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
- પેપર-2 આ પરીક્ષા 30 જાન્યુઆરી 2025થી એક જ શિફ્ટમાં યોજાશે
- સમય બપોરે 3 વાગ્યાથી સાંજના 6.30 કલાક સુધી
ડ્રેસ કોડ
જેઈઈ મેઈન્સ પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે અમુક ડ્રેસ કોડ નક્કી કર્યો છે. હળવા રંગના હાફ સ્લીવવાળા કપડા પહેરો અને મોટા બટનવાળા કપડા ન પહેરવા
બૂટ પહેરવાની પરવાનગી નથી. તો વળી ઉમેદવારોએ ચપ્પલ અથવા સેન્ડલ પહેરવાની સલાહ આપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર ટોપી, દુપટ્ટા, ચશ્મા અને કોઈ પણ મેટલની વસ્તુઓ લાવવી પ્રતિબંધિત છે.
પરીક્ષા કેન્દ્ર પર જરુરી ડોક્યુમેન્ટ લઈ જવાં
- એડમિટ કાર્ડ-એનટીએની વેબસાઈટથી ડાઉનલોડ કરવામાં આવેલ એડમિટ કાર્ડની પ્રિન્ટ લઈ જવી.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ઓળખાણ પત્ર- પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી, સ્કૂલ આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ
- PWD પ્રમાણ પત્ર
- પારદર્શી બોલ પોઈન્ટ પેન