ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી રંગોળી: JDUના ‘ટેમ્પો વાળા MP’ ઑટોરીક્ષા લઈને ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા

Text To Speech

પટણા (બિહાર), 01 એપ્રિલ: લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પ્રચાર પણ તેજ થઈ ગયો છે. પરંતુ JDUના ઉમેદવાર અને કટિહારથી વર્તમાન સાંસદ દુલાર ચંદ્ર ગોસ્વામીના અનોખા ચૂંટણી અભિયાનને જોઈને દરેકને આશ્ચર્યમાં મૂક્યા છે. આ વખતે તેઓ ઑટો રીક્ષા સાથે ચૂંટણી પ્રચાર કરવા નીકળી પડ્યા હતા. જો કે, દુલાર ચંદ્રને ‘ટેમ્પો MP’ પણ કહેવામાં આવે છે. ખરેખર 80ના દાયકામાં દુલાર ચંદ્ર પટણાના રસ્તાઓ પર ટેમ્પો ચલાવતા હતા.

ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે, ટેમ્પો ડ્રાઇવરનું કામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનું છે. જ્યારે આપણે મુસાફરોને તેની મંઝિલ સુધી પહોંચાડીશું તો દેશ અને સમાજ માટેનું કામ સિદ્ધ થઈ શકશે. પાયલોટ હોય, રિક્ષાચાલક હોય કે ટ્રેન ડ્રાઈવર હોય, દરેકનું કામ મુસાફરોને સુરક્ષિત રીતે તેમની મંઝિલ સુધી પહોંચાડવાનું છે. આ જ બાબત મારા માટે પ્રેરણા બની.

પહેલા હું પટણાના રસ્તાઓ પર ટેમ્પો ચલાવતો હતો. મારી સાથે ટેમ્પો ચલાવનારા અન્ય લોકો પણ હતા. અને અમે બધા ખુશ થઈને રહેતા હતા. મુસાફરોને તેમની મંઝિલ સુધી પહોંચાડતી વખતે મને ક્યારેય અકસ્માત નડ્યો નથી. તેથી, હું માનું છું કે આપણે જે પણ કામ કરીએ તે તેના સ્થાને પહોંચવું જોઈએ, ટેમ્પો ચલાવવું એ ખરાબ બાબત નથી. આપણા બધાના આદર્શ એવા માનનીય પીએમ મોદી એક વખતે ચા વેચતા હતા. આપણને તેમના પર ગર્વ છે.

આ પણ વાંચો: ચૂંટણી રંગોળી: કમલનાથના નજીકના મેયરે છોડી કોંગ્રેસ, બીજેપીએ છિંદવાડામાં વધુ એક મોટો ખાડો પાડ્યો

Back to top button