પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા, સ્થાનિક લોકોનો હોબાળો
- દિન-પ્રતિદિન બિહારમાં ગુનેગારોનું મનોબળ વધતું જઈ રહ્યું છે
બિહાર, 25 એપ્રિલ: બિહારમાં ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. ત્યારે રાજધાની પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પુનપુન પોલીસ સ્ટેશન હેઠળના બધિયાકોલમાં બુધવારે 24 એપ્રિલે લગભગ 12:15 વાગ્યે અજાણ્યા અપરાધીઓએ બે લોકોને ગોળી મારી હતી. ગોળી વાગવાથી એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય યુવક ઘાયલ છે. મૃતકની ઓળખ JDU નેતા સૌરભ કુમાર તરીકે થઈ છે. જ્યારે તેના મિત્ર મુનમુન ઘાયલ છે.
VIDEO | Bihar: JD(U) leader Saurabh Kumar was shot dead in Punpun near #Patna late last night. Saurabh Kumar was returning from a wedding when unidentified men shot him. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/VurPSj468O
— Press Trust of India (@PTI_News) April 25, 2024
સ્થાનિક લોકોની હાલાકી
બે લોકોને ગોળી મારવાની માહિતી મળતા જ સ્થાનિક લોકો રસ્તા પર આવી ગયા હતા અને રસ્તો રોકીને હંગામો મચાવ્યો હતો. મામલો વધતો જોઈને પટના સિટી SP ઈસ્ટ ભરત સોની પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. બીજી તરફ પાટલીપુત્ર લોકસભા મતવિસ્તારના JDU ઉમેદવાર મીસા ભારતી પણ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને સમજાવ્યા. આ ઘટના બાદ પટનાનું પુનપુન NH 83 કલાકો સુધી જામ રહ્યો હતો. જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી.
પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી
સિટી SP ઈસ્ટ ભરત સોનીએ જણાવ્યું કે, માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરીને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સૌરભ કુમારને મૃત જાહેર કર્યો હતો જ્યારે તેનો મિત્ર મુનમુન કુમાર ઘાયલ છે. FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૌરભ કુમાર લગ્નની રિસેપ્શન પાર્ટીમાં ગયો હતો
પટનાના મસૌધી SDPO કન્હૈયા સિંહે જણાવ્યું કે,સૌરભ કુમારના એક પરિચિતના ભાઈના લગ્નની રિસેપ્શન પાર્ટી હતી. જેમાં પટનાના શિવ નગરના પારસા બજાર ખાતે રહેતો સૌરભ કુમાર તેના મિત્ર મુનમુન સાથે રિસેપ્શન પાર્ટીમાં આવ્યો હતો. રાત્રે ઘરે પરત ફરતી વખતે અજાણ્યા ગુનેગારોએ તેને ગોળી મારી હતી. ગુન્હો કર્યા બાદ ગુનેગારો નાસી ગયા હતા. હાલમાં, બદમાશો વિશે કોઈ સુરાગ મળ્યો નથી.
આ પણ જુઓ: મુંબઈના 1.84 કરોડની ઠગાઈ કેસમાં ASIએ 5 લાખની લાંચ લેવા સગા ભાઇને મોકલ્યો