- મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે HCમાં સુનાવણી થઇ
- માત્ર જામીન અરજી કરી છે જેથી રાહત આપવી જોઈએ – જયસુખ પટેલ
- મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો
મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલે જેલમાંથી બહાર આવવા પ્લાન બનાવ્યો છે. જેમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટમાં રજૂઆત કરી છે. જેમાં કેબલ બ્રિજ લોકોના મનોરંજન માટે બનાવ્યો હતો. અમે કેસમાંથી મુક્તિ એટલે કે ડિસ્ચાર્જ અરજી કરી નથી. તથા યાંત્રિક ખામી સર્જાતા બ્રિજ તૂટી પડ્યો હતો. માત્ર જામીન અરજી કરી છે જેથી રાહત આપવી જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતમાં બિલ વિના જ રોકડી કરતા વેપારીઓ પર GSTની તવાઇ
મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે HCમાં સુનાવણી થઇ
મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે HCમાં સુનાવણી થઇ છે. ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની રજૂઆત છે કે કેબલ બ્રિજ લોકોના મનોરંજન માટે બનાવ્યો હતો. યાંત્રિક ખામી સર્જાતા બ્રિજ તૂટી પડ્યો હતો. કેસની તમામ વિગતનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે. અમે કેસમાંથી મુક્તિ એટલે કે ડિસ્ચાર્જ અરજી કરી નથી. માત્ર જામીન અરજી કરી છે જેથી રાહત આપવી જોઈએ. મોરબી ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની જામીન અરજી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી શરૂ થઇ છે. તેમાં જયસુખ પટેલના વકીલની કોર્ટમાં રજુઆત છે. મોરબી કેબલ બ્રિજ લોકોના મનોરંજન માટે બનાવ્યો હતો જે યાંત્રિક ખામી સર્જાતા બ્રિજ તૂટી પડ્યો હતો. માત્ર જામીન અરજી કરી છે જેથી રાહત આપવી જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદના આ સ્થળો પર ઈલેક્ટ્રિક વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે
મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો
મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું. અગાઉ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે ફરી એક વખત આકરા શબ્દોમાં ફટકાર લગાવી હતી. સાથે જ રાજ્યના મહત્વના બ્રિજને જાળવી રાખવા તેમજ તેને તોડી નાંખવાને બદલે તેનું યોગ્ય સમારકામ કરી સાચવી રાખવાના પણ આદેશ આપ્યા હતા. હાઇકોર્ટે નગરપાલિકા અંતર્ગત આવતા બ્રિજને પોતાના હસ્તક લેવા સરકારને નિર્દેશ આપ્યો છે.