આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે સુઓમોટો પીટીશનની સુનવણી થઈ હતી. જેમાં કોર્ટે મોરબી નગરપાલિકાની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પુલની સ્થિતિ ખરાબ હતી તે તમને ખબર હતી તો તમે પગલાં કેમ ન ભર્યા? વધુમાં કોર્ટે કહ્યું કે તમે ઓરેવા ગ્રૂપના લોકોને બ્રિજ નું ઉદ્ઘાટન કરીને શરૂ કેમ કરવા દીધો? આ બાબતે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને બરખાસ્ત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. વધુમાં નગરપાલિકાને આ બાબતે નોટિસ પણ આપી હોવાનું કોર્ટને કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : વિધાનસભામાં અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષનો પદભાર સંભાળ્યો, જાણો કોણ રહ્યું ગેરહાજર
હાઇકોર્ટે ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલને સુઓમોટો પીટીશનમાં પક્ષકાર તરીકે જોડ્યા હતા. જયસુખ પટેલે કોર્ટમાં પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનાનો ઘણો અફસોસ છે. આ બ્રિજની કામગીરી કરવા માટે મને કામ સોંપાયું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઇરાદો ન હતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર આપવા માંગુ છું અને આમ કરવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકીશ નહિ પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માંગુ છું, તેવું જયસુખ પટેલે કોર્ટમાં એફિડેવિટ મારફતે જણાવ્યું હતું.
આ પણ વાંચો : જાસૂસી કાંડ ના કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી એક જ ટેબલ પર, કોની દયા ?
અત્રે ઉલ્લેખનીય છે કે જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટે ધરપકડના આદેશ આપેલ છે, જ્યારે મોરબી દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ખોયો છે અને કેટલાય ઘર આ દુર્ઘટનાથી આજે સૂના પડી ગયા છે.