કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી દુર્ઘટનાના આરોપી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી

Text To Speech
  • ઝૂલતો પુલ તૂટી પડવાના બનાવમાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા
  • પોલીસે કુલ 10 આરોપીઓની કરી હતી ધરપકડ
  • જયસુખ પટેલે પુલનું સમારકામ કર્યું હોય અને ક્ષતિગ્રસ્ત રહી જતા ઘટના બની હતી
  • ઘટનામાં જયસુખ પટેલ મુખ્ય આરોપી છે

મોરબીમાં ગતવર્ષે બનેલી દુર્ઘટનામાં ઝડપાયેલા ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. તેઓ આ ગુનાના મુખ્ય આરોપી છે અને છેલ્લા કેટલાઈ સમયથી મોરબી જેલમાં બંધ છે. મોરબીમાં તૂટી પડેલા ઝૂલતા પુલનું સમારકામ તેઓની કંપનીએ કર્યું હતું. જે બાદ આ પુલ ખુલ્લો મુક્ત તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા.

10 આરોપીઓની કરાઈ છે ધરપકડ

ગત 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેમાં પોલિસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલ મુખ્ય આરોપી છે. જેમની કંપનીએ બ્રિજનું નબળું સમારકામ કર્યું હતું. જયસુખ પટેલ ઘટના બાદ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ તેઓ મોરબી પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા હતા. જે બાદ કોર્ટે તેના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યા હતા. જયસુખ પટેલ સામે મોરબીની અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે જયસુખ પટેલે અગાઉ મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે ફગાવી દેવાતા હવે જયસુખ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અત્યારે જયસુખ પટેલ મોરબીની જેલમાં બંધ છે.

અગાઉ 5 આરોપીઓને મળી ચુક્યા છે જામીન

ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં ભાગેડુ જાહેર થયા બાદ જયસુખ પટેલ સામે લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ તે મોરબી પોલીસ સમક્ષ હાજર થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓના રીમાન્ડ બાદ તેમને જેલ હવાલે કરાયા હતા. આ પહેલા પોલીસે આ ગુનામાં 9 શખસોની ધરપકડ કરી હતી. હવે જયસુખ પટેલ સહિત આ કેસના 10 આરોપીઓ પૈકી 3 સિક્યુરિટી ગાર્ડ અને 2 ક્લાર્કને જામીન આપી ચુકી છે. જયસુખ પટેલની અરજી મુદ્દે આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરાશે.

Back to top button