મનોરંજન

જયેશભાઈ નથી ‘જોરદાર’ ! બોક્સઓફિસ પર ન ચાલ્યો રણવીરનો જાદુ

Text To Speech

રણવીર સિંહ બોલીવુડના એક એવા એક્ટર છે, જેની ફિલ્મોની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. જેવી રીતે રિસન્ટલી રિલીઝ થયેલી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની રાહ જોતા હતા. પરંતુ, રણવીરની આ ફિલ્મ બોક્સઓફિસ કે ઓડિયન્સના દિલ પર નથી બતાવી શકી કંઈ ખાસ જાદુ.

બોક્સઓફિસ પર ન ચાલ્યો રણવીરનો જાદુ

રિસન્ટલી રિલીઝ થયેલી ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મ જોવા પહેલા દિવસે તો લોકો મલ્ટીપ્લેક્સમાં પહોંચી ગયા. પરંતુ, ફિલ્મ જોયા બાદ રણવીરના ફેન્સ અને ઓડિયન્સના ચહેરા પર એ ખુશી નહોતી જે રણવીરની અગાઉની ફિલ્મો જોયા પછી દેખાઈ હતી. આ ફિલ્મને ઓડિયન્સનો નબળો રિસ્પોન્સ મળી રહ્યો છે તો ક્રિટીક્સ કેટેગરીમાં પણ રણવીરની ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મ કોઈ જોર લગાવી શકી નથી.

‘જયેશભાઈ જોરદાર’નું બોક્સ ઓફિસ પરનું કલેક્શન
જેવી રીતે રણવીર અને ફિલ્મના ડીરેક્ટર, પ્રોડ્યુર્સને એક્સપેક્ટેશન હતી તેવું રિલીઝના પહેલા દિવસે કંઈ જોવા મળ્યું નહીં. ઓપનિંગ ડે પર ફિલ્મ માત્ર 3.25 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી તો બીજા દિવસે પણ ફિલ્મ કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. બોક્સ ઓફિસ રિપોર્ટ મુજબ, ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મે બીજા દિવસે 3.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આમ પહેલા અને બીજા દિવસ મળીને ફિલ્મે કુલ 7 કરોડની જ કમાણી કરી છે.

ફિલ્મને ઓડિયન્સનો નબળો રિસ્પોન્સ

ફિલ્મમાં ગુજરાતી કેરેક્ટરમાં છે રણવીર
રણવીર સ્ટારર ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મની કહાની દીકરીની ભૃણ હત્યા પર આધારીત છે. જેમાં જયેશ નામના ગુજરાતી કેરેક્ટરનો રોલ રણવીરે પ્લે કર્યો છે. રણવીર સિંહ સાથે આ ફિલ્મમાં શાલિની પાંડેનો પણ મહત્વનો રોલ છે. આ બન્ને સાથે ફિલ્મમાં બોમન ઈરાની અને રત્ના પાઠક પણ છે. રણવીર સિંહની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર આટલી ખરાબ રીતે પટકાઈ હોય એવું પહેલીવાર બન્યું છે.

Back to top button