ટોપ ન્યૂઝબિઝનેસ

જયા પાર્વતી વ્રત : ડ્રાયફ્રૂટ બજારના ભાવમાં ઘટાડો, છતાં ઘરાકી નથી

Text To Speech

જયા પાર્વતી વ્રત ને હવે થોડા દિવસોની વાર છે. ત્યારે બજારમાં સુકામેવાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે.ઉપવાસમાં ખવાતા ડ્રાયફ્રૂટનો જથ્થો હાલ બજારમાં આવી રહ્યો છે.જોકે આ વર્ષે ડ્રાયફ્સના ભાવમાં ગતવર્ષની સરખામણીમાં 10 થી 15 ટકા જેટલો ઘટાડો થયો છે.તે છતાંપણ બજાર માં ડ્રાય, અખરોટ અને આલુ આ તમામ ડ્રાયફ્રૂટ્સની ખીરીદી માં ઘટાડો નોંધાયો છે.

રાજ્યભરમાં મોટાભાગે યુવતીઓ અને બાળકીઓ ઉપવાસ કરતી હોવાથી ખાસ તેઓ ના પાંચ દિવસ સૂકો મેવો ખાતી હોય છે. ગત વર્ષે કોરોના બાદ સુકામેવામાં 15 થી 20% જેટલો વધારો થયો હતો. ત્યારે તેની સરખામણીમાં આ વર્ષે સુકામેવામાં ભાવોમાં 10 થી 15 ટકા જેટલો ઘટાડો થયો છે. કાજુ, બદામ, પિસ્તા, અંજીર વર્ષે થોડા સસ્તા થયા છે. જોકે ડ્રાયફ્રૂટના ભાવોમાં ઘટાડો થયો હોવા છતાં હજુ પણ બજારમાં તેની ખરીદી જોવા મળી રહી નથી.

Dry-fruits sales Hum dekhenge

અલુણા વ્રત શરૂ થતા જ બજારમાં સુકામેવા પણ આવી જતા હોય છે. અલુણા સાથે હિન્દુ તહેવારોની પણ સિઝન શરૂ થઈ જતી હોય છે. ત્યારે વેપારીઓનું કહેવું છેકે, ગયા વર્ષે અફઘાનિસ્તાનથી ડ્રાયફ્રૂટ વાયા-વાયા થઈ ને આવતા હતા. તેથી તેના ભાવોમાં વધારો થયો હતો. જો કે આ વર્ષે ડ્રાયફ્રૂટ ડાયરેક્ટ આવતા હોવાથી તેના ભાવોમાં 10 થી 15% નો ઘટાડો થયો છે અને કોરોના બાદ આ વખતે ડ્રાયફ્રૂટની ક્વોલિટી પણ ખૂબ જ સારી આવી છે. તેમ છતાં પણ હજુ સુધી બજારમાં ડ્રાયફ્રૂટની ખરીદી નીકળી નથી. જો કે હાલ લોકો છૂટક ખરીદી કરી રહ્યા છે. આગામી દિવસો માં સારીખરીદી નીકળે તેવી વેપારીઓને આશા છે.

અલુણાના એક મહિના દરમિયાન સાઉથ અમેરિકાના ચીલીથી સ્પેશિયલ અખરોટ ગુજરાતના બજારમાં આવે છે. તે ઉપરાંત રાજ્યભરમાં કાશ્મીરથી પણ અખરોટ આવતી હોય છે. આ બંન્નેની કિંમત માં 30 થી 35 ટકા નો ફરક પડે છે. કાશ્મીરથી આવતા અખરોટની કિંમત 500 થી 550 હોય છે. જ્યારે સાઉથ અમેરિકા થી ચીલી અખરોટ આવે છે તેની કિંમત 800 જેટલી હોય છે. બંન્ને ના સ્વાદ અને કાયદા પણ સ્વાસ્થ્ય ને લઈને ઘણા અલગ છે. જેની સારી માંગ રહી છે.

Back to top button