જયા બચ્ચને પૌત્રી નવ્યાને કહી મોટી વાત: કહ્યું- લગ્ન વિના બાળક થાય તો મને વાંધો નથી
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન તેની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. જયા ઘણી વખત ખુલ્લેઆમ નવ્યા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. હવે જયા બચ્ચને તેમની પૌત્રીને સંબંધની કેટલીક એવી સલાહ આપી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જયા બચ્ચને તેની પૌત્રી નવ્યા નવેલા નંદા સાથે તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા પર વાત કરતી વખતે બોલ્ડ રિલેશનશિપની સલાહ આપી હતી. જયા બચ્ચને કહ્યું કે કોઈપણ સંબંધ લાંબા સમય સુધી ટકી રહે તે માટે શારીરિક આકર્ષણ ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : નિત્યા મેનન લગ્ન પહેલાં થઈ પ્રેગ્નેન્ટ ? : સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
શારીરિક સંબંધ પર જયા બચ્ચને શું કહ્યું?
જયા બચ્ચને તેની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા પર વાત કરતાં કહ્યું હતું કે દરેક સંબંધમાં શારીરિક સંબંધ હોવો જરૂરી છે. તેથી જો નવ્યા લગ્ન કર્યા વિના જ માતા બની જાય છે તો તેને તેમાં કોઈ સમસ્યા નથી.
સંબંધો પર પોતાનો અભિપ્રાય આપતાં જયા બચ્ચને કહ્યું હતું કે, ઘણા લોકો મારી આ વાત સામે વાંધો ઉઠાવશે, પરંતુ શારીરિક આકર્ષણ અને સુસંગતતા બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા સમયમાં આપણે પ્રયોગો કરી શકતા ન હતા, પરંતુ આજની પેઢી કરે છે અને હવે આ સામાન્ય બાબત બની ગઈ છે. જો શારીરિક સંબંધ ન હોય તો કોઈ સંબંધ લાંબો સમય ટકતો નથી. કોઈ પણ સંબંધ માત્ર પ્રેમ, તાજી હવા અને એડજસ્ટમેન્ટ પર ચાલતો નથી. તેથી દરેક રીલેશનમાં શારીરિક સંબંધ હોવો જોઈએ. હું માનું છું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
યંગ જનરેશનના રિલેશન પર જયાએ કહી આ વાત
જયાએ કહ્યું હતું કે – અમે આવું ક્યારેય કરી શક્યા નથી. અમે તેના વિશે વિચારી પણ નહોતા શકતા. પરંતુ મારા પછી પણ યુવા પેઢી, શ્વેતાની પેઢી, નવ્યાની પેઢી અલગ છે. જયા બચ્ચને યુવા પેઢીને સંબંધોની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું- આજના સંબંધોમાં લાગણીઓ અને રોમાન્સનો અભાવ છે. મને લાગે છે કે તમારે તમારા શ્રેષ્ઠ મિત્ર સાથે લગ્ન કરવા જોઈએ. તમારે સારા મિત્રો હોવા જોઈએ. તમારે તમારા મિત્રો સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ. જો તમને કોઈ મિત્ર ગમતો હોય, તો તમારે તેમને કહેવું જોઈએ – ચાલ આપણે લગ્ન કરી દઈએ, કારણ કે સમાજ ક્યારેય એ નહીં ઈચ્છે. લગ્ન વિના પણ જો આપણને બાળક થાય તો કોઈ વાંધો નહીં.
જયા બચ્ચને પૌત્રી નવ્યા અને પુત્રી શ્વેતા બચ્ચન સાથેના સંબંધો વિશે પોતાનો અભિપ્રાય શેર કર્યા બાદ નાનીની આ સલાહને નવ્યા કેટલી ફોલો કરે છે તે તો ખબર નથી, પરંતુ જયા બચ્ચનના સંબંધો વિશે આટલાં બોલ્ડ વિચારો ચર્ચામાં રહ્યાં છે.