ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

અમિતાભ બચ્ચનનું નામ જોડવા પર જયા બચ્ચન સંસદમાં ગુસ્સે થયાં, જાણો શું કહ્યું

  •  જયા બચ્ચને કહ્યું, “શું પુરુષ વગર મહિલાઓનું કોઈ અસ્તિત્વ જ નથી?”

નવી દિલ્હી, 30 જુલાઇ: સંસદમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને સોમવારે પોતાને ‘જયા અમિતાભ બચ્ચન’ કહેવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે, “આ મહિલાઓની ઓળખને નષ્ટ કરવાનો પ્રયાસ છે અને આવી ટિપ્પણીઓ મહિલાઓના યોગદાન અને તેમની પોતાની ઓળખની અવગણના કરે છે.” સંસદમાં ચર્ચા દરમિયાન એક પુરુષ સાંસદે જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા. જેના કારણે અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને પતિનું નામ ઉમેરવા સામે વાંધો ઉઠાવ્યો. જયા બચ્ચને કહ્યું કે, સમાજમાં મહિલાઓની ઓળખ મોટાભાગે તેમના પતિ અથવા પરિવારના સભ્યો સાથે જોડાયેલી હોય છે જે યોગ્ય નથી.

 

સોમવારે સંસદના સત્રમાં ડેપ્યુટી સ્પીકર હરિવંશ નારાયણ સિંહે જયા બચ્ચનને સંબોધિત કરતી વખતે તેમના મધ્યમ નામનો ઉપયોગ કર્યો અને જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યા, જેના કારણે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમણે(જયા બચ્ચન) દરેકને યાદ અપાવવામાં સમય બગાડ્યો નહીં કે તેમની પણ પોતાની એક ઓળખ છે.

પતિનું નામ ઉમેરવા સામે વાંધો વ્યક્ત કર્યો

જયા બચ્ચને ઉપાધ્યક્ષને જવાબ આપતાં કહ્યું કે, “તેઓ તેમના નામ સાથે અમિતાભ બચ્ચનનું નામ ન ઉમેરે.” આ સાથે તેમણે મહિલાને તેના પતિના નામથી ઓળખવાના ટ્રેન્ડ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જયા બચ્ચને કહ્યું હતું કે, “તેમને આ નવો ટ્રેન્ડ બિલકુલ પસંદ નથી, જ્યાં મહિલાઓને તેમના પતિના નામથી ઓળખવામાં આવે છે, શા માટે મહિલાઓનું પોતાનું કોઈ અસ્તિત્વ હોતું નથી.”

જયા બચ્ચને સંસદમાં શું કહ્યું?

જયા બચ્ચનને સંસદમાં બોલવા માટે બોલાવતા હરિવંશ નારાયણ સિંહે કહ્યું કે, ” જયા અમિતાભ બચ્ચન, કૃપા કરીને.” તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, “સર, જો જયા બચ્ચન જ બોલ્યા હોત તો તે પૂરતું હતું. આ એક નવી રીત છે જેમાં મહિલાઓ તેમના પતિના નામથી ઓળખાશે. તેમનું કોઈ અસ્તિત્વ જ નથી, પોતાનું કોઈ અસ્તિત્વ નથી. આ જે નવું શરૂ થયું છે, હું તો હમણાં જ….”

સોશિયલ મીડિયા પર વાયરલ 

સંસદમાંથી જયા બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ અભિનેત્રીના વિચારને યોગ્ય ઠેરવ્યો, કારણ કે લગ્ન પહેલા જ તે એક મોટી અભિનેત્રી બની ગઈ હતી અને તેની પોતાની એક ઓળખ હતી. તે જ સમયે, કેટલાક લોકોએ કહ્યું કે, “પત્નીના નામ સાથે પતિનું નામ ઉમેરવામાં શું ખોટું છે. ઠીક છે, ગમે તે થાય” જયા બચ્ચન ફરી એકવાર તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે નેટીઝન્સ વચ્ચે ચર્ચામાં છે.

આ પણ જૂઓ: ‘શું હિન્દુ પુરુષોએ પણ આવી તાલીમ લેવી જોઈએ? ‘: મોહરમ પર કંગના રનૌતે ટ્વીટ કરતા લોકોએ કરી ટ્રોલ

Back to top button