ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

જય શાહ ACCના પ્રમુખપદે ત્રીજી ટર્મ માટે સર્વાનુમતે નિયુક્ત

બાલી, 31 જાન્યુઆરી : BCCI સેક્રેટરી જય શાહની એક વાર ફરી એશિયન ક્રિકેટ કાઉન્સિલના  પ્રમુખ તરીકે ફરીથી નિયુક્તિ કરવામાં આવી. આ સાથે ACCના પ્રમુખ તરીકે ત્રીજી ટર્મ માટે સર્વસંમતિ આપવામાં આવી છે.

ACCની AGM લેવામાં આવ્યો નિર્ણય

31 જાન્યુઆરીના રોજ બાલીમાં ACCની મળેલી AGM માં BCCI સેક્રેટરી જય શાહને ફરી એકવાર ત્રીજી ટર્મ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે ACCના પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2026 સુધી લંબાવવામાં આવ્યો છે.  શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા તેમના કાર્યકાળને લંબાવવાની દરખાસ્ત બીજી વખત કરવામાં આવી હતી.

2021 માં પ્રથમ વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

BCCIના સેક્રેટરી જય શાહને 2021 માં પ્રથમ વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના (ACC) પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2021માં 32 વર્ષની ઉંમરે જય શાહ ACCની મુખ્ય ભૂમિકા સંભાળનાર સૌથી યુવા એડમિનિસ્ટ્રેટર બન્યા હતા.

જય શાહએ ACC નો માન્યો આભાર

જય શાહનો  ACCના પ્રમુખ તરીકે બીજી ટર્મનો કાર્યકાળ હજી  પૂરો થયો નથી અને તેમને આગામી એટલે કે ત્રીજી ટર્મ માટે પણ ચુંટાયા હતા. જય શાહે ACC નો આભાર  માન્યો હતો.

જય શાહએ શું કહ્યું..?

જય શાહે કહ્યું કે મારામાં વિશ્વાસ રાખવા બદલ હું ACC બોર્ડનો આભારી છું. આપણે રમતના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ જ્યાં હજી તેના પ્રારંભિક તબક્કામાં છે. ACC સમગ્ર એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

જય શાહ ICC પ્રમુખની પણ લડી શકે છે ચૂંટણી

જય શાહની ACC ના પ્રમુખ તરીકેની પસંદગી બાદ હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે જય શાહ આગમી નવેમ્બરમાં યોજાનારી ICC પ્રમુખની ચૂંટણી પણ લડી શકે છે. હાલ તેઓ BCCIના સચિવ છે.

શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાઃ

શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાએ જણાવ્યું હતું કે જય શાહના માર્ગદર્શન હેઠળ, ACC એ બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ક્રિકેટની મહાસત્તાઓમાં નવી પ્રતિભાઓને ઉજાગર કરવામાં અને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઓમાન ક્રિકેટના પ્રમુખ અને ACCના ઉપપ્રમુખ પંકજ ખીમજીએ પણ જય શાહને તેમના કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા.

એશિયા કપને લઈને પણ લેવામાં આવ્યો નિર્ણય  

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) બોર્ડમાં પાંચ કાયમી સભ્ય છે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેલ છે. આ સિવાય નેપાળ, ઓમાન, યુએઈ, ભૂટાન, હોંગકોંગ, થાઈલેન્ડ, ચીન, બહેરીન સહિત અન્ય ઘણા દેશોના ક્રિકેટ બોર્ડ આ કાઉન્સિલનો ભાગ છે. AGM માં નિર્ણય લેવામાં આવ્યો છે કે કતાર ક્રિકેટ એસોસિએશનને હવે કાઉન્સિલના સંપૂર્ણ સભ્યનો દરજ્જો આપવામાં આવશે, અગાઉ તેને માત્ર એસોસિએટનો દરજ્જો આપવામાં આવતો હતો. આ સાથે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ એશિયા કપ-2022ને લઈને પણ નિર્ણય લીધો છે. એશિયા કપ આ વર્ષે શ્રીલંકામાં રમાશે અને તે T20 ફોર્મેટમાં રમાશે. ભારત માટે ટી20 વર્લ્ડ કપ પહેલા તૈયારી કરવાની આ મોટી તક હશે.

આ પણ વાંચો : જસપ્રીત બુમરાહ સામે ICC ક્રિકેટ બોર્ડની મોટી કાર્યવાહી, જાણો કારણ

Back to top button