IPL-2024વિશેષસ્પોર્ટસ

જય શાહ માતા સાથે તિરુપતિના દર્શન કરવા ગયા; વિડીયો થયો વાયરલ

Text To Speech

25 મે, તિરુપતિ: હાલમાં ચેન્નાઈમાં IPL 2024ના પ્લેઓફ્સ રમાઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે આવી મોટી ઇવેન્ટ સમયે BCCIના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર હોય. આવામાં BCCIના સેક્રેટરી જય શાહ માતા સાથે તિરુપતિના દર્શન કરવા ગયા હતા.

ચેન્નાઈથી તિરુપતિનું અંતર ઓછું છે અને આથી જય શાહે આજે જ્યારે IPLના પ્લેઓફ્સમાં રજાનો દિવસ છે ત્યારે તેનો લાભ લીધો હોય તે શક્ય છે. ફક્ત દક્ષિણ ભારત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ભગવાન તિરુપતિ બાલાજીનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે ભગવાન તિરુપતિના દર્શન કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તિરુપતિમાં ભક્તો પોતાના વાળ પણ દાન કરતા હોય છે.

BCCI સેક્રેટરી જય શાહ માતા સાથે તિરુપતિના દર્શન કરવા ગયા હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આજકાલ જય શાહ IPLને કારણે તેમજ ભારતીય ટીમના આગામી કોચની નિમણુંકને કારણે સમાચારોમાં સતત ચર્ચામાં રહે છે. આપણે જાણીએ છીએ કે જય શાહ એ દેશનાં ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે.

હાલમાં જય શાહે ટીમ ઇન્ડિયાના આગામી કોચ અંગે મહત્વની ખુલાસા કર્યા છે. હાલમાં દેશી અને વિદેશી મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી હતી કે BCCIએ ટીમ ઇન્ડિયાના આગલા કોચ માટે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગનો સંપર્ક સાધ્યો હતો.

પરંતુ જય શાહે ખુલાસો કર્યો છે કે તેમણે અથવા BCCI કોઈએ પણ એકપણ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો સંપર્ક આ મામલે કર્યો નથી. જય શાહનું કહેવું હતું કે ટીમ ઇન્ડિયાના કોચની નિમણુંક પહેલાં BCCI જે-તે ઉમેદવારની યોગ્ય તપાસ કરે છે.

આ ઉપરાંત એ  ઉમેદવારને ભારતીય ટીમના ખેલાડીઓ વિશે શું માનવું છે તે પણ જુએ છે. આ ઉપરાંત જે-તે ઉમેદવાર ડોમેસ્ટિક ક્રિકેટ વિશે કેટલું જાણે છે તે પણ ટીમ ઇન્ડિયાના કોચ બનવાની લાયકાતોમાં સામેલ હોય છે.

જો કે રિકી પોન્ટિંગે બાદમાં જણાવ્યું હતું કે તેની લાઈફસ્ટાઈલ સાથે ટીમ ઇન્ડિયાનું કોચ બનવું મેળ ખાતું નથી એટલે તે ટીમ ઇન્ડિયાનો કોચ બનવા માંગતો નથી.

એક નવા ડેવલોપમેન્ટ અનુસાર ગૌતમ ગંભીરે પણ BCCI સમક્ષ એક શરત મૂકી છે અને એ શરત પૂરી થાય તો જ તે ટીમ ઇન્ડિયાના કોચ બનવાની ઓફર સ્વીકારશે.

Back to top button