‘જવાન’નો ક્રેઝ: વિદેશમાં પણ એડવાન્સ બુકીંગ ભારે, રિલીઝ પહેલાં જ કરી અધ્ધત કમાણી


- જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ ‘જવાન’ આવી રહી છે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં.
શાહરૂખ ખાનની ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 10મી જુલાઈના રોજ જવાનના પ્રીવ્યૂમાં શાહરૂખ ખાનને ડબલ રોલમાં જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા. ત્યારથી ચાહકો ફિલ્મની રિલીઝ માટે દરરોજ ગણતરી કરી રહ્યા છે. રિલીઝ પહેલા જ ‘જવાન’નું બમ્પર એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. અમેરિકામાં કરોડોની ટિકિટ વેચાઈ છે. જવાનનો ક્રેઝ દિવસેને દિવસે લોકોમાં વધી રહ્યો છે, એવામાં એડવાન્સ ટિકિટ બુકીંગમાં જવાને અત્યાર સુધી અધ્ધત કમાણી કરી લીધી છે. ફિલ્મની એડવાન્સ ટિકિટ બુકીંગની જો વાત કરવામાં આવે તો 1 કરોડથી વધુની જવાન ફિલ્મની એડવાન્સ બુકીંગ થઈ ગઈ છે.
અમેરીકામાં પણ જવાનનો ક્રેઝ ભારે:
શાહરુખ ખાનની જવાન ફિલ્મને હજુ રિલીઝ થવામાં 15 એક દિવસ બાકી છે છતાં વિદેશમાં પણ એડવાન્સ બુકીંગમાં ધુમ મચાવી રહી છે, અમેરીકાની જો વાત કરવામાં આવેતો ત્યાં જવાને અત્યાર સુધી 1.26 કરોડ રુપિયા સુધીની બુકીંક કરી કમાણી કરી લીધી છે.
અમેરીકામાં એડવાન્સ બુકીંગ:
અમેરિકામાં લગભગ 367 સ્થળોએ જવાન ફિલ્મના 1607 શો જોઈ શકાશે. જવાનને રિલીઝ થવાને 15 એક દિવસની હજુ વાર છે ત્યારે હિન્દી શો માટે 9,300 ટિકિટો વેચાઈ છે જ્યારે તેલુગુ માટે 290 જેટલી ટિકીંટો વેચાઈ છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
આ પણ વાંચો: જાણો રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ નું 15મા દિવસનું કલેક્શન