ટ્રેન્ડિંગમનોરંજન

‘જવાન’નો સીન લીકઃ એક્સાઇટેડ થયા SRKના ફેન્સ

Text To Speech

શાહરૂખખાનની ફિલ્મ ‘પઠાણ’ હજુ થિયેટરોમાં ચાલી રહી છે. ફિલ્મે સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા છે. ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન પરદા પર આવ્યો તો ફેન્સે તેનું જાણે કે દિલ ખોલીને સ્વાગત કર્યુ. હવે તેની આગામી ફિલ્મ ‘જવાન’ માટે પણ ફેન્સ એક્સાઇટેડ છે. આ સમયે એક વીડિયો સામે આવ્યો છે, જેને લઇને એવો દાવો કરાઇ રહ્યો છે કે આ ‘જવાન’નો લીક્ડ વીડિયો છે. વીડિયોમાં શાહરૂખ ખાન એક્શન કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાઇરલ થયો છે અને ‘જવાન’ ફિલ્મ ટ્વિટર પર ટ્રેન્ડ થઇ છે.

'જવાન'નો સીન લીકઃ એક્સાઇટેડ થયા SRKના ફેન્સ hum dekhenge news

એક્શન કરતો દેખાયો SRK

રેડ ચિલીઝ કોપીરાઇટને જોતા વીડિયોને હટાવવામાં પણ આવી રહ્યો છે. વાઇરસ વીડિયોમાં શાહરૂખ એક્શન કરતો દેખાઇ રહ્યો છે. તે વાદળી રંગના પેન્ટ અને શર્ટમાં દેખાય છે અને હાથમાં બેલ્ટ પહેર્યો છે. જેનાથી તે વિલનની પિટાઇ કરી રહ્યો છે. સ્લો મોશનમાં શોટ જોયા બાદ ફેન્સ જબરજસ્ત એક્સાઇટેડ થઇ રહ્યાં છે.

ફેન્સે કહ્યું આ છે અસલી ફિલ્મ

એક ફેને કહ્યુ કે 6 સેકન્ડનો લીક વીડિયો એક પ્રકારનું એક્સાઇટમેન્ટ લેવલ વધારી દે છે. તે હાઇપ બનાવી શકે છે. હું એક્સાઇટેડ છું. જ્યારે ટીઝર કે ટ્રેલર આવશે ત્યારે શું થશે. એક યુઝર કહે છે પઠાણ તો માત્ર ટીઝર હતુ. અસલી માસ એક્શન પિક્ચર તો ‘જવાન’ હશે. શાહરૂખને પહેલા આ અવતારમાં નહીં જોયો હોય. એક ફેન લખે છે ‘પઠાણ’ના રેકોર્ડને ‘જવાન’થી ખતરો છે. આ ફિલ્મ 2 જુન 2023ના રોજ રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણ ઓસ્કર 2023 માટે રવાના થઈ, આ લૂકમાં જોવા મળી અભિનેત્રી !

Back to top button