ટ્રેન્ડિંગમનોરંજન

‘જવાન’નો જોશઃ ત્રણ દિવસમાં 350 કરોડની કમાણી, તૂટ્યા અનેક રેકોર્ડ

  • ‘પઠાણ’થી શાહરુખે ચાર વર્ષ બાદ સ્ક્રીન પર કમબેક કર્યુ હતુ
  • શાહરૂખે ‘જવાન’થી પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો
  • ‘ગદર-2’ને રાખી પાછળ, બોક્સ ઓફિસ કલેક્શન વધ્યુ

આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’થી શાહરૂખ ખાને 4 વર્ષ પછી સ્ક્રીન પર વાપસી કરી હતી. શાહરૂખે પોતાના સ્પાઇ અવતારમાં બોક્સ ઓફિસને બોલિવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી કમાઉ ફિલ્મ આપી હતી. હવે આઠ મહિના બાદ શાહરૂખની નવી ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં ચાલી રહી છે. જો પઠાણ શાહરૂખની વાપસી હતી, તો ‘જવાન’થી તે બોક્સઓફિસ પર પોતાની બાદશાહત મજબૂત કરી રહ્યો છે.
‘જવાન’માં શાહરૂખ ખાન એવા અવતારમાં જોવા મળ્યો છે, જેવો પહેલા કદી દેખાયો ન હતો. શાહરૂખના એક્શન, ઇન્ટેન્સ લુક્સ અને સ્વેગનો ક્રેઝ થિયેટર્સમાં ચાલી રહ્યો છે આ વિકેન્ડમાં થિયેટર્સમાં ‘જવાન’ની ટિકિટ મળવી પણ મુશ્કેલ રહી. ‘જવાન’ બોલિવુડના ઇતિહાસની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની. શુક્રવારના રોજ વર્કિંગ ડે હોવાના લીધે કમાણીમાં થોડો ઘટાડો થયો, પરંતુ શનિવારે આવેલા જમ્પે કમાલ કરી દીધો

શનિવારને બોક્સઓફિસ પર ‘જવાન’નો રેકોર્ડ

પહેલા દિવસે 75 કરોડની કમાણી કરનારી ફિલ્મ ‘જવાન’ માટે શુક્રવારનો દિવસ થોડી નિરાશા લઇને ભલે આવ્યો હોય, પરંતુ તે દિવસે ફિલ્મે ભારતમાં 53 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યુ. શનિવારે એટલે કે ત્રીજા દિવસે કમાણીએ જમ્પ માર્યો અને તે લગભગ પહેલા દિવસના લેવલ પર પહોંચી ગઇ. શનિવારે નેટ કલેક્શન 75 કરોડ રૂપિયા સુધીનું થયુ. શનિવાર બાદ ‘જવાન’નું નેટ કલેક્શન 201 કરોડ રુપિયાથી વધુ છે.

સૌથી જલ્દી 200 કરોડ કમાનારી ફિલ્મ

જાન્યુઆરીમાં શાહરૂખની ફિલ્મ પઠાણે માત્ર ચાર દિવસમાં 200 કરોડનું કલેક્શન કર્યુ હતુ, હે શાહરૂખની ‘જવાન’એ માત્ર ત્રણ દિવસમાં આ રેકોર્ડ તોચ્યો છે. શાહરુખની બંને ફિલ્મો બાદ ત્રીજા નંબર પર આ વર્ષે રિલીઝ થયેલી ગદર-2 નો નંબર આવે છે. સની દેઓલની ફિલ્મે પાંચ દિવસમાં 200 કરોડનો આંકડો પાર કર્યો હતો.

વર્લ્ડ વાઇડ કલેક્શન 350 કરોડ

‘જવાન’એ બે દિવસમાં વર્લ્ડવાઇડ 240 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ઇંડિયામાં 90 કરોડ રુપિયાનું ગ્રોસ કલેક્શન કર્યુ, જ્યારે ઓવરસીઝ માર્કેટમાં શનિવારે સોલિડ ગ્રોથ મેળવ્યો છે. ‘જવાન’નું ત્રીજા દિવસનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 125 કરોડથી વધુ રહ્યુ. શાહરૂખની ફિલ્મે ત્રણ દિવસમાં વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર 350 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધુ છે.

આ પણ વાંચોઃ જવાન પણ થશે OTT પ્લેટફોર્મ પર રિલીઝ, જાણો ક્યારથી જોઈ શકાશે..

Back to top button