ટ્રેન્ડિંગસ્પોર્ટસ

જસપ્રીત બુમરાહની પત્ની સંજનાએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, લખ્યું કઈંક એવું કે….

Text To Speech

સેલિબ્રિટીઝ ટ્રોલ થાય એ કોઈ નવી વાત નથી. સેલિબ્રિટી ભલે ગમે તે ઇન્ડસ્ટ્રીનાં હોય, તેઓ હંમેશા એક યા બીજા કારણોસર ટ્રોલર્સના નિશાના હેઠળ આવતાં જ રહે છે. આ વખતે ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહની પત્ની સંજના ગણેશન ટ્રોલનો શિકાર બની હતી. જો કે, સંજના ટ્રોલર્સને યોગ્ય જવાબ આપવા માટે જાણીતી છે. આ વખતે પણ કંઈક એવું જ થયું. તેણે એક ટ્રોલરને આવો જવાબ આપ્યો, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : શું ખરેખર અલગ થઈ ગયા સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ? સાનિયાએ શેર કરી પોસ્ટ

Sanjana Ganeshan - Hum Dekhenge News
Sanjana Ganeshan Trolls

સંજનાએ શેર કરી હતી પોસ્ટ

બન્યું એવું કે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ માટે ICC બ્રોડકાસ્ટ ટીમ સાથે કામ કરી રહેલી સંજનાએ એડિલેડ ઓવલમાંથી પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. તસવીરમાં તે રેડ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. સ્ટેડિયમમાં ખુરશીઓ વચ્ચે ઉભી રહેતી સંજના પણ સુંદર લાગી રહી હતી. આ ફોટો પર એક યુઝરે કમેન્ટ કરી, જેના પર ક્રિકેટરની પત્નીએ પણ જડબાતોડ જવાબ આપ્યો અને ટ્રોલરની બોલતી બંધ કરી દીધી.

Sanjana Ganeshan - Hum Dekhenge News
Sanjana Ganeshan reply to troller

ટ્રોલરને તેની ભાષામાં જ જવાબ આપ્યો

વાસ્તવમાં, એક ટ્રોલરે સંજનાને પૂછ્યું કે તે કેવી રીતે જસપ્રિત બુમરાહ સાથે લગ્ન કરી શકી. યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, મેડમ તમે એટલા સુંદર પણ નથી પરંતુ તમે બુમરાહને કેવી રીતે પટાયો ? ત્યારે ટ્રોલ કરનારને એ જ ભાષામાં જવાબ આપતા સંજનાએ લખ્યું, “અને તમે જે સ્લિપર જેવી શકલ લઈને ફરો છો તેનું શું?” ત્યારબાદ, તેણે તેની એક પોસ્ટ પણ શેર કરતાં લખ્યું હતું કે તેને સોશિયલ મીડિયા પર આવી સેંકડો નકારાત્મક ટિપ્પણીઓ મળે છે, પરંતુ જ્યારે તે તેનો જવાબ આપવાનું નક્કી કરે છે, ત્યારે તે સરળ માર્ગ અપનાવે છે.

Back to top button