જસપ્રીત બુમરાહ આ મોટી શ્રેણીમાં કરશે આરામ, જાણો કયા ખેલાડીની મેદાનમાં થશે વાપસી
- ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ બ્રેક પર ગયા, સપ્ટેમ્બરમાં ઉતરશે મેદાનમાં
નવી દિલ્હી, 12 ઓગસ્ટ: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં લાંબા બ્રેક પર છે. તમામ ખેલાડીઓ પોતપોતાના ઘરે છે અથવા ક્યાંક બહાર ફરવા ગયા છે. ટીમ ઈન્ડિયા હવે સપ્ટેમ્બરમાં સીધી મેદાનમાં ઉતરશે, જ્યારે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમાશે. જસપ્રિત બુમરાહ સપ્ટેમ્બરમાં યોજાનારી ભારત વિ. બાંગ્લાદેશ આ શ્રેણીમાં રમતા જોવા મળશે નહીં. આ શ્રેણીમાં મોહમ્મદ શમી મેદાનમાં પરત ફરી શકે તેવી શક્યતા રહેલી છે. જો કે આ દરમિયાન દુલીપ ટ્રોફી હશે, જેમાં ભારતીય ટીમના મોટા સ્ટાર્સ પણ રમતા જોવા મળશે.
Updates on Duleep Trophy 👇
🔹Shubman Gill, Jadeja, KL Rahul, Axar, Yashasvi Jaiswal and Kuldeep likely to feature.
🔹Chinnaswamy Stadium to host one round of matches.
🔹Jasprit Bumrah likely to miss #INDvsBAN Test series.
🔹 Hardik Pandya to not feature in Duleep Trophy. pic.twitter.com/fP6oJdjk6b— OneCricket (@OneCricketApp) August 12, 2024
બુમરાહ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીનો ભાગ નહીં હોય
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ યોજાશે, તેથી તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહી છે. દરમિયાન, જો કે ટેસ્ટ રમનારા ભારતના તમામ મોટા ખેલાડીઓ આ સિરીઝમાં રમશે, પરંતુ જસપ્રીત બુમરાહ કદાચ ત્યાં નહીં હોય. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પણ દુલીપ ટ્રોફી રમતા જોવા મળી શકે છે, પરંતુ બુમરાહ તેમાં પણ જોવા મળશે નહીં. મળતી માહિતી મુજબ, સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બાંગ્લાદેશ સામેની શ્રેણી પહેલા ફિટ થઈ જશે. જો તે રમવા માટે તૈયાર થઈ જશે તો બુમરાહનો આરામ લગભગ નિશ્ચિત છે.
ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમાવાની છે
કોઈપણ રીતે, બાંગ્લાદેશની ટીમ ટેસ્ટમાં ભારતને ટક્કર આપી શકે એટલી મજબૂત જણાતી નથી. ઓક્ટોબરમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમશે અને ત્યાર બાદ નવેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે, જે ખૂબ જ મમહત્ત્વપૂર્ણ રહેશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, શું બુમરાહ બાંગ્લાદેશ બાદ ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ સીરીઝમાં વાપસી કરે છે કે પછી ઓસ્ટ્રેલિયા સીરીઝમાં સીધો મેદાનમાં ઉતરશે.
ટીમ ઈન્ડિયાને લાંબા સમય બાદ મળ્યો બ્રેક
એક મહિના સુધી કોઈ શ્રેણી ન હોવાથી અત્યારે ટીમ ઈન્ડિયાને આવી તક ભાગ્યે જ મળે છે. આ વખતે એક મહિના કરતાં વધુ સમય વિરામ આવ્યો છે. પરંતુ સપ્ટેમ્બરમાં જ્યારે ટીમ મેદાનમાં પરત ફરશે ત્યારે બેક ટુ બેક મેચો થશે, તેથી આરામની બહુ શક્યતા રહેશે નહીં. આવી સ્થિતિમાં, આ બ્રેક પણ તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. પરંતુ એ જોવાનું રહે છે કે, દુલીપ ટ્રોફીમાં કયા ખેલાડીઓ રમે છે અને કયા આરામ પર રહે છે. જો મોટા ખેલાડીઓ દુલીપ ટ્રોફી રમે છે તો તે ત્યાં પણ ખૂબ જ રસપ્રદ રહેશે.
આ પણ જૂઓ: પેરિસ ઓલમ્પિક 2024નું રંગારંગ કાર્યક્રમ સાથે થયું સમાપન, પહેલા સ્થાન પર રહ્યું US