ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

મેલબોર્ન ટેસ્ટમાં હાર છતાં જસપ્રીત બુમરાહ ICCના સૌથી મોટા એવોર્ડ માટે નોમિનેટ, જાણો

Text To Speech
  • ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટર ઓફ ધ યરના નોમિની તરીકે 4 ખેલાડીઓની જાહેરાત કરી

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ હતી. આ બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું હતું. હાર બાદ ભારતીય વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહ માટે સારા સમાચાર આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આજે સોમવારે ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનીની જાહેરાત કરી છે. જેમાં 4 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ સામેલ છે. તેમના સિવાય જો રૂટ, ટ્રેવિસ હેડ અને હેરી બ્રુકને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બુમરાહનું શાનદાર પ્રદર્શન 

આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 13 ટેસ્ટ મેચ રમી અને 71 વિકેટ પોતાના નામે કરી. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 14.92 હતી. 6/45 એક ઇનિંગમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આટલું જ નહીં તેણે 8 T20 ઈન્ટરનેશનલ મેચમાં 15 વિકેટ ઝડપી હતી. આ ફોર્મેટમાં તેની ઈકોનોમી 4.17 હતી.

પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બુમરાહે ભારતીય ટીમની કમાન સંભાળી અને જીત પણ નોંધાવી હતી. બુમરાહે આ ટેસ્ટના પ્રથમ દાવમાં પોતાના પ્રદર્શન દેખાડ્યું હતું. તેણે 18 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ મેળવી હતી. આ સિવાય બુમરાહે બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.

આ પણ જૂઓ: મેલબોર્નમાં હાર બાદ WTC ફાઈનલનું અંતિમ ગણિત મુશ્કેલ બન્યું, હવે શ્રીલંકાના સહારે ભારત

Back to top button